લખનઉઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષો યોજાનાર વિધાનસભા ચૂંટણીને (UP Assembly Election 2022) લઈને રાજકીય પાર્ટીઓ વચ્ચે માહોલ ગરમ થઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પરિયોજનાનું ઉદ્ઘાટન (Saryu Canal Project Inauguration) કરતા વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ ચાલુ થવાથી આશરે 30 લાખ કિસાનોને ફાયદો થશે. તેમના ભાષણના થોડા સમય બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) પણ યોગી સરકાર પર પલટવાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂપીની જનતા સમાજવાદીને સાથ આવશે
અખિલેશ યાદવે કહ્યુ- યૂપીની જનતા સમાજવાદીઓને જોઈ રહી છે. અમે યૂપીની જનતાને એક નવી સરકાર આપવાનો પ્રયાસ કરીશું. યૂપીમાં ભાજપ સરકારના પાંચ વર્ષ પૂરા થવાના છે, અત્યાર સુધી ભાજપે પોતાનું સંકલ્પ પત્ર જોયું નથી. કિસાનોની આવક બમણી ક્યારે થશે. સરકાર જાહેરાત આપવામાં મોટો ખર્ચ કરી રહી છે પરંતુ તે જણાવે કે પ્રદેશમાં કેટલા યુવાઓને રોજગાર મળ્યો છે. 


આ પણ વાંચોઃ 10 રાજ્યોના આ 27 જિલ્લામાં ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ, કેન્દ્ર સરકારે પત્ર લખી આપી ચેતવણી  


ભાજપ સરકાર લોકો પર કરી રહી છે અત્યાચાર
અખિલેશ યાદવે કહ્યુ- યોગી સરકારે અટલ યુનિવર્સિટીની જાહેરાત કરી હતી પરંતુ આજ સુધી તેની બિલ્ડિંગનો અતો-પતો નથી. તે યુનિવર્સિટી આજે પણ સપા સરકારના સમયે બનેલી લોહિયા યુનિવર્સિટીના નવમાં ફ્લોર પર ચાલી રહી છે. એસપીએ યુવાઓને લેપટોપ આપ્યા. તો ભાજપની સરકારે હાથરસમાં બેટી પર અત્યાચાર કર્યો અને લખીમપુરમાં કિસાનો પર જીપ ચઢાવી. બંને સરકારોમાંથી કોણે કેટલું કામ કર્યું, તેનો તફાવત સ્પષ્ટ જોવા મળે છે. 


ગોરખપુરમાં એમ્સ માટે એસપીએ આપી હતી જમાન
એસપી અધ્યક્ષે કહ્યું કે, જો તેમની સરકારે ગોરખપુરમાં જમીન ઉપલબ્ધ ન કરાવી હોત તો ત્યાં એમ્સ ન બની શકત. કોરોનાના પીક ટાઇમમાં જરૂરીયાતમંદ લોકોની જે હોસ્પિટલમાં મદદ થઈ, તે બધી સમાજવાદી સરકાર દરમિયાન ખોલવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ભાજપને કામ કરવાનું નહીં પણ રિબિન કાપવાની આદત છે. ભાજપ અને તેની સરકારે યૂપીને પાછળ ધકેલી દીધું છે. 


આ પણ વાંચોઃ CDS રાવતના નિધન પર PM મોદીએ કહ્યું- ભારત દુ:ખમાં છે, પરંતુ દરેક પડકારનો સામનો કરશે


યૂપીમાંથી જઈ રહી છે યોગી સરકાર
અખિલેશ યાદવે કહ્યુ કે, યૂપીમાં આજે ખાતરની ગંભીર કમી છે. કિસાન પરેશાન છે પરંતુ સરકાર આયાત કરી રહી નથી. તેનું કારણ છે કે તે કેટલાક ખાસ લોકોને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે. તેમણે આરોપ લગાવ્યો કે યૂપીમાં અત્યાર સુધી ભાજપની જેટલી રેલીઓ થઈ રહી છે, તે બધી સરકાર પ્રાયોજિત છે. જનતાની રેલી હજુ સુધી જોવા મળી નથી. અખિલેશે દાવો કર્યો કે, યૂપીમાં યોગી સરકાર જઈ રહી છે અને યોગ્ય સરકાર આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube