લખનઉ : ભલે સપા પ્રમુખ અખિલેશ યાદવ વડાપ્રધાન બનવાની ઇચ્છા ન ધરાવતા હોય પરંત તેમની જ પાર્ટીનાં કદ્દાવર નેતા આઝમ ખાને કહ્યું કે, હું વડાપ્રધાન બનવાની ઇચ્છા ધરાવું છું. એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બારાબંકી આવેલા આઝમ ખાને મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું કે, કેન્દ્રની મોદી સરકારે અને પ્રદેશની યોગી સરકારે કોઇ જ કામ કર્યું નથી. તેમણે સંઘ પ્રમુખ મોહન ભાગવત પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક મોર્ચે નિષ્ફળ રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝમ ખાને કહ્યું કે, દેશોમાં બેરોજગારી વધી રહી છે. વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે તેઓ દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપશે. જો કે રોજગાર પેદા કરવામાં આ સરકાર સંપુર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું કે યુવાનોને રોજગાર નથી મળી રહ્યું, બીજી તરફ મોંઘવારી સતત વધતી જઇ રહી છે. સરકાર મોંઘવારી પર લગામ લગાવવામાં સંપુર્ણ નિષ્ફળ રહી છે. 

કાળાનાણા મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રામપુરથી સપાના ધારાસભ્યએ કહ્યું કે, ગત્ત ચાર વર્ષોમાં ઘણા મોટા પ્રમાણમાં કાળાનાણા દેશની બહાર ગયા છે. સરકાર બધુ જ જોતી રહી, પરંતુ કંઇ પણ નથી કરી શકી. 
આઝમ ખાને સંઘ પ્રમુખ મોહન ભાગવતને કહ્યું કે, લોકોને ભટકાવ્યા અને ભડકાવ્યા નથી. તેમણે મોહન ભાગવને અપીલ કરી કે તેઓ ગંગા સફાઇ, બીફ એક્સપોર્ટ, મોંઘવારી, ગોરખપુરમાં મરી રહેલા બાળકો અંગે કંઇ બોલ્યા નહી. ખાને કહ્યું કે, સંવેદનશીલ મુદ્દાઓ પર તેઓ ચુપ રહે છે. તેઓ એવી વાત કેમ નથી કરતા જે લોકોને સમજમાં આવે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવત વિશ્વ હિંદુ સમ્મેલનમાં કહ્યું હતું કે હિન્દુ કોઇનો વિરોધ કરી શકે નહી, પરંતુ કેટલાક લોકો હિન્દુઓને નુકસાન પહોંચાડી શકે છે,એટલા માટે આપણે લોકોએ તૈયાર રહેવું જોઇએ. 
શિવપાલ યાદવના સમાજવાદી સેક્યુલર મોર્ચા અંગે આઝમ ખાને કહ્યું કે જો કોઇ મુદ્દા પર આંતરિક અસંમતી હતી તો આપણે બેસીને વાત કરી શક્યા હોત.  જે પાર્ટીને આખુ જીવન આપ્યુ, તે પાર્ટીના કદ્દાવર નેતા રહેલા અને મહત્વપુર્ણ પદો પર રહ્યા તેમણે ન છોડવા જોઇએ.