સરકારી ડોક્ટર્સ મુસ્લિમોનાં ઓપરેશન પહેલા દાઢી કપાવવા માટે દબાણ કરે છે: સપા નેતાનો આરોપ
બૃહન્મુંબઇ મહાનગર પાલિકા (બીએમસી)માં સપા નેતા રઇસ શેખે ડોક્ટર્સ પર ગંભીર આરોપ લગાવ્યા હતા
મુંબઇ : સમાજવાદી પાર્ટી (સપા)નાં નેતા રઇસ શેખે દાવો કર્યો કે અહીંના સરકારી હોસ્પિટલમાં ડોક્ટર મુસ્લિમ દર્દીઓની સર્જરી પહેલા દાઢી કપાવીને આવવા જણાવે છે. શેખે આ પરંપરાને બંધ કરવા માટેની ભલામણ કરી રહ્યા છે. બૃહન્મુંબઇ મહાનગર પાલિકા (BMC)માં સપાના પ્રમુખ નેતા શેખે પેટા ચૂંટણી અજય મેહતાને પત્ર લખીને તેમનું ધ્યાન આ પરંપરા તરફ આકર્ષિત કરી છે. તેમણે તેને અસ્વીકાર્ય ગણાવ્યું હતું.
પત્રમાં તેમણે દાવો કર્યો કે બીએમસી સંચાલીત હોસ્પિટલોનાં ડોક્ટર મુસ્લિમ દર્દીઓ સામે મામુલી ઓપરેશન પણ દાઢી કપાવીને આવવા માટે કહે છે. સમાજવાદી પાર્ષદ રઇસ શેખ દ્વારા ઉઠાવાયેલી આ માંગના સમર્થનમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અબુ આઝમી પણ પુરજોર સમર્થનમાં આવી ચુક્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે માત્ર મુસ્લિમોની જ દાઢી સારવારનાં નામે કાપવામાં આવી રહી છે. કોઇ સાધુ સંત અને અન્ય ધર્મનાં લોકોની દાઢી કાપવામાં નથી આવી રહી.
અબુ આઝમી ઘણીવાર વિવાદિત નિવેદન આપતા રહે છે. એકવાર ફરીથી વિવાદિત નિવેદન આપતા તેમણે આ મુદ્દાને ધર્મ સાથે જોડ્યો અને કહ્યું કે, આ ડોક્ટર્સ કસાઇ છે. બીએમસી હોસ્પિટલમાં મુસ્લિમ પુરૂષોની દાઢી જાણીબુઝીને કાપવામાં આવી રહી છે, જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યારે જરૂર હોય છે ત્યારે જ દાઢી કાપવામાં આવે છે.
સપા નેતાએ આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ થવા લાગે છે. ભાજપ નેતા અને રાજ્યનાં મેડિકલ શિક્ષણ મંત્રી ગિરીશ મહાજને આ માંગને અયોગ્ય અને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે. તેમણે કહ્યું કે, સ્વાસ્થયને ધર્મ સાથે ન જોડવામાં આવવું જોઇએ, ડોક્ટર્સનાં નિર્ણમાં ધર્મને ન લાવવો જોઇએ.