લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા સુરક્ષા અને મહિલા સન્માનની મોટી મોટી વાતો કરતી સમાજવાદી પાર્ટીએ એક માતાના દર્દની અવગણના કરી. એટલું જ નહીં, પીડિતાની માતા જ્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવની ઓફિસે પહોંચી તો તેને રસ્તામાંથી ખેંચીને હટાવી દેવામાં આવી. મહિલા સાથે ગેરવર્તણૂંકનો વીડિયો ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યો છે.


સંબિત પાત્રાએ સમાજવાદી પાર્ટીને ઘેરી
સંબિત પાત્રાએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું, 'સમાજ પ્રત્યે સમાજવાદની અસંવેદનશીલતા જુઓ.... સપા નેતાના પુત્ર રજોલ સિંહે પુત્રીને બંધક બનાવી છે, ન્યાય માટે જ્યારે પીડિતાની માતા સપા કાર્યાલય બહાર અખિલેશજીને મળવા આવી તો અખિલેશજી પીડિતાની માતાને મળવાને બદલે તેને ઢસડીને હટાવી દીધી. સમાજવાદનું આ ન્યાયી મોડલ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube