ISRO Spadex Mission: તારીખ કન્ફર્મ, આવી ગઈ તસ્વીર! આકાશમાં મોટો પ્રયોગ કરવા જઈ રહ્યું છે ઈસરો, મસ્કને આપશે ટક્કર!
બે અવકાશયાનને જોડવા અને અલગ કરવાની ટેક્નોલોજી છે પરંતુ અત્યાર સુધી ભારત પાસે તે નથી. જો બધું બરાબર રહેશે તો એક અઠવાડિયા પછી ભારત પણ તે ક્લબમાં જોડાઈ જશે. જી હા, ઈસરો આ મોટો પ્રયોગ 30 ડિસેમ્બરે કરશે. ખાસ વાત એ છે કે તે ચંદ્ર પર જવા અને ત્યાંથી યાન પરત કરવા જેવા ભવિષ્યના ઘણા મિશનમાં મહત્વની ભૂમિકા ભજવશે.
Space Docking Experiment: આવનારી 30 તારીખને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એક મોટો પ્રયોગ કરવા જઈ રહ્યો છે. જી હા.. ભારત અંતરિક્ષ યાનોને આકાશમાં જોડવા (ડોક) અને અલગ કરવા (અનડોક)ની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. ISRO એ સોશિયલ મીડિયા પર લોન્ચ માટે રેડી મિશનની તસવીર શેર કરી છે. 30 ડિસેમ્બરની રાત્રે 9.58 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પીએલએલવી-સી60 મારફતે સ્પેડેક્સ મિશનને અંજામ આપવામાં આવશે.
ઈસરોએ કહ્યું છે કે 21 ડિસેમ્બરે પ્રક્ષેપણ યાનને એકીકૃત કરવામાં આવ્યું હતું. પ્રક્ષેપણની તૈયારીઓ માટે તેને સૌપ્રથમ લોન્ચ પેડ પર લઈ જવામાં આવ્યું હતું. ઈસરોએ પોતાના એક્સ પર પીએસએલવી સી60ને પહેલા લોન્ચ પેડ પર લઈ જવાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેણે પહેલીવાર પીઆઈએફ સુવિધામાં પીએસ4થી સંપૂર્ણ રીતે એકીકૃત કરવામાં આવ્યું હતું.
ઈસરોની વેબસાઈટ અનુસાર, 30 ડિસેમ્બરે લોકો લોન્ચ વ્યૂ ગેલેરીમાં તેના માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેને લાઈવ જોઈ શકે છે. સોમવારે સાંજે 6 વાગ્યાથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ISROએ જણાવ્યું હતું કે સ્પેડેક્સ મિશન પીએસએલવી દ્વારા પ્રક્ષેપિત બે નાના અવકાશયાનનો ઉપયોગ કરીને 'અવકાશમાં ડોકીંગ' ના પ્રદર્શન માટે એક અસરકારક ટેકનોલોજી પ્રદર્શન મિશન છે.
ઈન્ડિયન સ્પેસ એજન્સીએ કહ્યું કે આ ટેક્નોલોજી ભારતની સ્પેસ મહત્વકાંક્ષાઓ માટે જરૂરી છે જેમ કે ચંદ્ર પર ભારતના મિશન, ચંદ્ર પરથી નમૂના પાછા લાવવા, ઈન્ડિયન સ્પેસ સ્ટેશન (BAS)નું નિર્માણ અને સંચાલન માટે જરૂરી છે.
અવકાશમાં 'ડોકિંગ' ટેક્નોલોજીની ત્યારે જરૂર હોય છે, જ્યારે સામાન્ય મિશન ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે બહુવિધ રોકેટ લોન્ચ કરવાની જરૂર હોય છે. આ મિશનમાં સફળતા મળશે તો ભારત સ્પેસ 'ડોકિંગ' ટેક્નોલોજી હાંસલ કરનાર વિશ્વનો ચોથો દેશ બનવા તરફ આગળ વધશે.
ISROના જણાવ્યા મુજબ, Spadex મિશન હેઠળ બે નાના અવકાશયાન (દરેકનું વજન આશરે 220 કિગ્રા) PSLV-C60 દ્વારા સ્વતંત્ર રીતે અને એકસાથે 55 ડિગ્રી ઝોક પર 470 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં છોડવામાં આવશે, જેનો સ્થાનિક સમયગાળો લગભગ 66 દિવસનો હશે.