હૈદરાબાદ: તેલંગણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 18માંથી 12 ધારાસભ્યોએ આજે પોતાના સમૂહને સત્તાધારી તલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)માં વિલય કરવાની માગણી કરી. ગણતરીના કલાકોમાં વિધાનસભાના સ્પીકરે ધારાસભ્યોની આ માગણી માની લીધી અને ટીઆરએસમાં વિલયને માન્યતા આપી દીધી. ઝડપથી ઘટી રહેલા ઘટનાક્રમો વચ્ચે સ્પીકર પી. શ્રીનિવાસ રેડ્ડીએ 12 ધારાસભ્યોની ભલામણને સ્વીકારી લીધી. તેમણે એ તથ્ય પર વિચાર કરીને નિર્ણય લીધો કે આ 12 ધારાસભ્યો કોંગ્રેસ વિધાયક દળમાં સામેલ કુલ 18 ધારાસભ્યોના બે તૃતિયાંશ છે અને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ વિલય માટે બે તૃતિયાંશ સંખ્યાની જરૂર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણામાં પરાજય બાદ કોંગ્રેસમાં કંકાસ, પ્રદેશ અધ્યક્ષે કહ્યું- 'મને ગોળી મારી દો'


કોંગ્રેસ પાસેથી મુખ્ય વિપક્ષી પાર્ટીનો દરજ્જો છીનવાશે
ગુરુવાર રાતે વિધાનસભા દ્વારા બહાર પડાયેલા એક બુલેટિનમાં કહેવાયું કે 12 ધારાસભ્યોને સદનમાં ટીઆરએસ વિધાયક દળના સભ્યો સાથેની સીટો ફાળવી દેવાઈ છે. સ્પીકરના આ નિર્ણયથી હવે વિધાનસભામાં કોંગ્રેસનો મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકેનો દરજ્જો છીનવાઈ જશે. કારણ કે હવે તેની પાસે માત્ર છ ધારાસભ્યો રહી ગયા છે. 


હૈદરાબાદથી લોકસભા સભ્ય અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી એઆઈએમઆઈએમના સાત ધારાસભ્ય છે. જ્યારે ભાજપ પાસે માત્ર એક જ ધારાસભ્ય છે. તેલુગુ દેશમ પાર્ટીના બે ધારાસભ્ય હતાં પરંતુ તેમાંથી એક ધારાસભ્ય ટીઆરએસમાં સામેલ થઈ ગયાં. સ્પીકરનો નિર્ણય એવા સમયે આવ્યો કે જ્યારે કોંગર્ેસે ટીઆરએસ પર પોતાના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો અને શુક્રવારે કોર્ટમાં જવાનું વલણ અપનાવ્યું.


કોંગ્રેસની મુશ્કેલી વધી: તેલંગણામાં પક્ષપલટો; પંજાબ સહિત આ રાજ્યોમાં ભારે આંતરિક વિખવાદ


તેલંગણા હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
સ્પીકરના નિર્ણયની ટીકા કરતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઉત્તમકુમાર રેડ્ડીએ કહ્યું કે કોંગ્રેસ આ નિર્ણયને પડકારવા માટે તેલંગણા હાઈકોર્ટ જશે. કોંગ્રેસને તેલંગણામાં આ ઝટકો એવા સમયે લાગ્યો છે કે જ્યારે લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર મળેલી સજ્જડ હાર બાદ અનેક રાજ્યોમાં તે બેકફૂટ પર છે. 


જુઓ LIVE TV


પંજાબ કેબિનેટમાં ફેરબદલ, આખરે કેપ્ટનનું ધાર્યું થયું અને સિદ્ધુનું મંત્રાલય બદલાયું


તેમણે કહ્યું કે આ બિલકુલ ગેરકાયદેસર છે. કેસીઆર (ટીઆરએસ અધ્યક્ષ અને મુખ્યમંક્ષી કે ચંદ્રશેખરરાવ) તેલંગણાના લોકોના જનાદેશ સાથે દગો કરી રહ્યાં છે. વિધાયક રોહિત રેડ્ડીએ નાટકીય ઘટનાક્રમ અંતર્ગત મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્ર અને ટીઆરએસના કાર્યવાહક અધ્યક્ષ કે ટી રામા રાવની મુલાકાત કરી અને સત્તાધારી ગઠબંધન પ્રત્યે પોતાની વફાદારીનો સંકલ્પ લીધો.  કોંગ્રેસના 11 ધારાસભ્યોએ માર્ચમાં જાહેરાત કરી હતી કે તેઓ ટીઆરએસમાં જોડાશે. વિધાનસભા માટે ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીમાં ટીઆરએસને 88 બેઠકો મળી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...