નવી દિલ્હી : કલંકીત સાંસદો અને ધારાસભ્યોની વિરુદ્ધ ચાલી રહેલા કેસની સુનવણી માટે કેન્દ્ર સરકારનાં સ્પેશ્યલ કોર્ટનાં પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટનાં સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સનાં કામ ચાલુ કરવા માટે 1 માર્ચની ડેડલાઇન નક્કી કરી છે. રંજન ગોગોઇ અને નવીન સિન્હાની બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે પરંતુ ભવિષ્યમાં હજી પણ ઘણી કોર્ટોની રચના કરવામાં આવશે. જેથી જનપ્રતિનિધિઓ પર દાખલ કરાયેલ કેસોની શક્ય તેટલી ઝડપી સુનવણી થઇ શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટ દ્વારા નેતાઓની વિરુદ્ધ દાખલ થયેલા કેસોને ટુંકમાં જ ઉકેલવા માટે કેન્દ્ર સરકારને ખાસ કોર્ટની રચના કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. આ અંગે કેન્દ્રએ કહ્યું કે તેઓ પહેલા તબક્કામાં 12 સ્પેશ્ય કોર્ટની રચના કરવા જઇ રહ્યા છે. જે 1581 સાંસદો અને ધારાસભ્યો પર નોંધાયેલા કેસનો ઉકેલ લાવશે. સરકારે એવા કેસોનો એક વર્ષની અંદર કલંકીત નેતાઓ માટે ઝટકો માનવામાં આવતું રહે છે, જે ગુનાહિત કેસમાં સંડોવાયેલા હોવા છતા પણ પોતાનાં પદ પર યથાવત્ત છે.


હવે કલંકીત નેતાઓ પર નોંધાયેલા કેસનાં જલ્દી ઉકેલ થઇ શકશે અને તેને ચુંટણી પ્રક્રિયાથી બહાર કાઢવામાં પણ મદદ મળશે. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, સાંસદો અને ધારાસભ્યો પર દાખલ કેસોની સુનવણી માટે 12 સ્પેશ્યલ કોર્ટ બનશે. તેમાંથી 2 કોર્ટમાં 228 સાંસદો પર દાખલ કેસની સુનવણી થશે, જ્યારે 10 અન્ય કોર્ટો આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને બંગાળમાં રચાશે. આ એવા રાજ્યો છે. જ્યાં 65થી વધારે ધારાસભ્યો વિરુદ્ધ ગુનાહિક કિસ્સાઓ ચાલી રહ્યા છે.