અમદાવાદ :આજે સૌની નજર ભારતની ચૂંટણીના રિઝલ્ટ પર છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનો જનાદેશ શું કહે છે તે જાણવામાં માત્ર ભારતીયોને જ નહિ, પણ અનેક દેશોને રસ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 542 બેઠકો પર આજે પરિણામ છે, તો પ્રધાનમંત્રી મોદી, રાહુલ ગાંધી,  રાજનાથ સિંહ સહિતના દિગ્ગજોના ભાવિનો નિર્ણય આવશે. વારાણસી બેઠકના ઉમેદવાર પ્રધાનમંત્રી મોદીની પ્રતિષ્ઠા દાવ પર છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, UPAના અધ્યક્ષ સોનિયા ગાંધી,સમાજવાદી પ્રમુખ અખિલેશ યાદવ, દિગ્વિજયસિંહ ,માયાવતી રવિશંકરપ્રસાદ, નીતિન ગડકરી, મમતા બેનર્જી સહિતના દિગ્ગજોના ભાવિનો ફેંસલો થશે. ત્યારે ભારતની ચૂંટણીના પરિણામને લઈ USAમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. પહેલીવાર ચૂંટણી પરિણામ થિયેટર્સની સ્ક્રીન પર જોવા મળશે. 10 યુએસ ડોલર આપીને પરિણામ જોઈ શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Election Result Live : આજે આતુરતાનો આવશે અંત, 26 બેઠકો પરથી સૌથી ઝડપી અપડેટ જુઓ અહીં


વતનથી દૂર રહેતા ભારતીયોમાં પણ જાણવાની એટલી જ આતુરતા છે કે, લોકસભાની ચૂંટણીમાં કોણ જીતશે. હાલ જ્યારે પરિણામ આવવાની તૈયારી છે, ત્યારે અમેરિકામાં રાતનો માહોલ છે. પણ અમેરિકામાં વસતા ભારતીયોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેમને પણ ચૂંટણીનું પરિણામ જાણવાની તાલાવેલી છે. અમેરિકાના ઘણા શહેરોમાં અનેક સ્થળે થિયેટર્સમાં મોટા સ્ક્રીન લગાવવામાં આવ્યા છે. આ સ્ક્રીન પર માત્ર ને માત્ર ભારતના લોકસભાની ચૂંટણીના પરિણામ જ બતાવવામાં આવશે. 


ઉમેદવારોનો જીવ તાળવે ચોંટ્યો, વિજયના મનોરથમાં સવાર સવારમાં જુઓ કોના શરણે ગયા


આ માટે સોશિયલ મીડિયામાં આમંત્રણ આપવામાં આવ્યુ હતું. તો મહત્વની વાત એ છે, આ સમગ્ર આયોજનને નિહાળવા માટે 10 યુએસ ડોલરની ફી પણ રાખવામાં આવી છે. અમેરિકાના અનેક શહેરોમાં આ પ્રકારનું આયોજન ત્યા વસતા ભારતીયો દ્વારા કરવામાં આવ્યું છે. તો સાથે, અહી નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 


ન્યૂજર્સના વુડબરી થિયેટરમાં રાત્રે 9.30થી સવારે 5 વાગ્યા સુધી મોટી સંખ્યામાં ભારતીયો એકઠા થયેલા જોવા મળશે. જેને ઈલેક્શન કાઉન્ટિંગ નાઈટ નામ આપવામાં આવ્યું છે. તો એડિસનમાં પણ ટીવી એશિયા દ્વારા બીગ સ્ક્રીનની વ્યવસ્થા કરાઈ છે. ન્યૂજર્સીના રોયલ આલ્બર્ટ પેલેસ, હ્યુસનમાં સનાતન શિવમંદિરમાં ચૂંટણી નિહાળવાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 


ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV