કોહિનૂરને પાછો લાવવાનાં પ્રયાસોની માહિતી આપે PMO: સીઆઇસી
સીઆઇસીએ PMO અને વિદેશ મંત્રાલય પાસેથી હિરા જેવી પ્રાચીન અત્યંત કિંમતી વસ્તુઓને પરત લાવવાનાં પ્રયાસનો ખુલાસો કરવા માટેનો નિર્દેશ આપ્યો છે
નવી દિલ્હી : કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. જ્યારે એક આરટીઆઇ અરજદારે વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કર્યો ત્યારે તેનું આવેદન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)ની પાસે મોકલી આપ્યું. એએસઆઇએ કહ્યું કે, સામાનને પાછો લાવવાનો પ્રયાસ કરવું તેનાં અધિકાર ક્ષેત્રમાં નથી.
આરટીઆઇ અરજદારે માંગી હતી માહિતી
અરજદાર બી.કે.એસ આર આયંગરે કોહિનુર હિરા, સુલતાનગંજ બુદ્ધા, નસ્સાક હીરા, ટીપૂ સુલ્તાનની તલ્વાર અને અંગુઠી, મહારાજા રણજીત સિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો, અમરાવતી રેલિંગ અને બુદ્ધપાડે, સરસ્વતીની સંગમરમરની મુર્તિ, વાગ્દેવી તથા ટીપૂનાં મિકેનિકલ વાધને પરત લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગેનો અહેવાલ માંગ્યો હતો.
એએસઆઇએ કહ્યું કે તે માત્ર તે જ પ્રાચીન વસ્તુઓને ફરીથી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે જે પ્રાચીન વસ્તુ અને કળા સંપદા અધિનિયમ, 1972નું ઉલ્લંઘન કરીને બિનકાયદેસર રીતે વિદેશ નિકાસ કરવામાં આવ્યું છે.
શું કહ્યું માહિતી અધિકારીએ?
માહિતી આયુક્ત શ્રીધર આચાર્યલુએ કહ્યું કે, આ વસ્તુઓ ભારતની છે અને અતીત, વર્તમાન અને ભવિષ્યનાં લોકોને તેમણે ફરીથી પ્રાપ્ત કરવામાં રસ છે. સરકાર આ ભાવનાઓે નજરઅંદાજ ન કરી શકે. તેમણે કહ્યું કે સંસ્કૃતી મંત્રાલયે સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે, તે પ્રયાસ ચાલુ રાખશે તેવામાં કરાયેલા પ્રયાસોમાં જો કોઇ સુધારો થાય છે તો તેની માહિતી આપવાનું તેનું કામ હતું. જો કે તેણે આ બાબતે માહિતી હોવા છતા પણ એએસઆઇને આઝાદી પુર્વ કલાકૃતીઓને બ્રિટિશ પાસેથી પ્રાપ્ત કરવાનો કાયદેસરનો હક નથી તો એવામાં કઇ રીતે પીએમઓ અને સંસ્કૃતિ મંત્રાલય આ નિષ્કર્ષ પર પહોંચી ગયા કે આરટીઆઇ આવેદન એએસઆઇનાં કામો સાથે સંબંદ્ધ છે.