પૂર્વ PM મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવાઈ, ચાલુ રહેશે Z પ્લસ સિક્યોરિટી
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવાઇ છે. ગૃહ મંત્રાલયની તરફથી આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, હવે તેમને Z પ્લસ સુરક્ષા મળી છે. ગૃહ મંત્રાલયની તરફથી તેના પર કહેવામાં આવ્યું છે કે, આ સમય સમય પર થનારી સામાન્ય પ્રક્રિયા છે
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવાઇ છે. ગૃહ મંત્રાલયની તરફથી આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, હવે તેમને Z પ્લસ સુરક્ષા મળી છે. ગૃહ મંત્રાલયની તરફથી તેના પર કહેવામાં આવ્યું છે કે, આ સમય સમય પર થનારી સામાન્ય પ્રક્રિયા છે. આ સુરક્ષા એજન્સિઓના પ્રોફેશનલ આકારણી અને ખતરા પર આધારિત થનારી પ્રક્રિયા છે. ગૃહમ મંત્રાલય તરફથી વધુમાં કહેવામાં આઆવ્યું કે, પૂર્વ પીએમ મનમોહન સિંહની ઝેડ પ્લસ સુરક્ષા ચાલુ રહેશે.
આ પણ વાંચો:- પાક. મીડિયાનો હાથો બન્યા રાહુલ ગાંધી? નિવેદનનો થઇ રહ્યો છે ઉપયોગ
તમને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કેટલાક સાંસદોની સુરક્ષા વ્યવસ્થા ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયથી 1300થી વધારે કમાન્ડો આ ડ્યૂટીથી કાર્યમુક્ત થયા છે. ગૃહ મંત્રાલયે 350 વીઆઇપી લોકોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
જુઓ Live TV:-