SpiceJet Plane: સ્પાઇસજેટના એક વિમાનમાં ટેક્નિકલ ખામી બાદ તેનું લેડિંગ કરવું પડ્યું. જાણકારી અનુસાર કંડલાથી મુંબઇ તરફ ઉડાન ભરનાર સ્પાઇજેટના વિમાન નંબર SG 3324 પર ક્રૂઝના દરમિયાન P2 સાઇડૅ વિંડશીલ્ડનો બહારનો ભાગ તૂટી ગયો. ત્યારબાદ વિમાનનું સુરક્ષિત લેન્ડીંગ કરાવવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવામાં આવી રહ્યું છે એરક્રાફ્ટની બાહરની બારી સામાન્યથી વધુ દબાણના કારણે ચોંપી ગઇ હતી. જોકે પાયલોટોએ તેનું સુરક્ષિત લેન્ડીંગ કરાવી દીધું છે. 


અત્રે ઉલ્લેખનીય છે 19 દિવસમાં સ્પાઇજેટના વિમાનોમાં આ પ્રકારની સાતમી ઘટના છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) કરી રહી છે. 

આ પહેલાં આજે સવારે દિલ્હીથી દુબઇ જનાર સ્પાઇસજેટ ની SG-11 ફ્લાઇટમાં ટેક્નિકલ ખરાબી બાદ પાકિસ્તાનના કરાંચીમાં ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. 


જાણો ક્યારે ક્યારે અકસ્માત ટળ્યા
આ મહિનામાં 2 જુલાઇના રોજ પણ સ્પાઇજેટ વિમાનમાં સમસ્યા સામે આવી હતી. દિલ્હીથી જબલપુર જઇ રહેલા વિમાનની ટેક્નિકલ ખામીના કારણે ઇમરજન્સી લેડીંગ થયું હતું. 5000 હજાર ફૂટ ઉપરથી પસાર થતી વખતે અચાનક કેબિનમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો ત્યારબાદ ઇમજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં 100થી વધુ મુસાફરો સવાર હતા.


25 જૂનના રોજ પટના એરપોર્ટ પરથી ગુવાહાટી માટે ઉડાન ભડવા માટે તૈયાર સ્પાઇસ જેટ વિમાનમાં આવેલી ખરાબીના કારણે તેને ગ્રાઉંડેડ કરવું પડ્યું હતું. ઉડાન ભરતાં પહેલાં વોર્નિંગ લાઇટ બ્લિંગ કરવા લાગી હતી અને પાયલોટે કંટ્રોલ રૂમને સૂચના આપીને તેને પરત વાળી દીધું હતું. તેને 11 વાગ્યા માટે રીશિડ્યૂલ કરવામાં આવ્યું પરંતુ ટેક્નિકલ ખાની દૂર ન થવાના કારણે આ ઉડાન પણ ભરી ન શક્યું. આ વિમાનમાં 60 મુસાફરો સવાર હતા. 

19 જૂને પણ સ્પાઇસ જેટ વિમાનમાં અકસ્માત સર્જાયો હતો જ્યારે પટનાથી દિલ્હી જઇ રહેલા વિમાનમાં આગ લાગી ગઇ હતી. એન્જીનમાં ખામી સર્જાતા આગ લાગી હતી જેથી મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. આ વિમાનમાં 185 મુસાફરો સવાર હતા. જોકે કંપનીએ કહ્યું કે ઉડાન દરમિયાન એક પક્ષીના ટકરાવવાથી આ અકસ્માત સર્જાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube