નવી દિલ્હી : ભારતમાં હવાઇ યાત્રા દરેક વ્યક્તિ કરવા ઇચ્છે છે, પરંતુ વધારે પડતા ભાડાનાં કારણે અનેક લોકો પોતાનું આ સપનું પુરૂ નથી કરી શકતા. જો કે હવે સ્પાઇસ જેટ યાત્રીઓ માટે ખાસ પ્લાન લઇને આવ્યું છે. જો ગરમીની રજાઓમાં જો તમે હજી સુધી ટીકિટ બુક નથી કરી તો તમે આ જાણીને ખુશ તઇ જશો કે સ્પાઇસ જેટ મફતમાં હવાઇ મુસાફરી કરવાની તક આપી રહ્યા છે. આવો જાણીએ કઇ રીતે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનથી ઉડેલું પ્લેન ઉત્તર ગુજરાતમાં ઘુસ્યું,એરફોર્સની કડક કાર્યવાહી

સ્પાઇસ જેટની આ નવી ઓફર યાત્રીઓને ખુબ જ નફો આપશે. આ ઓફર હેઠળ તમે ફ્લાઇટ ટિકિટના સંપુર્ણ પૈસા પરત લઇ શકશે. જો કે આ પૈસા તમને સ્ટાઇલકૈશ તરીકે મળશે. આ વાતની માહિતી સ્પાઇસજેટએ ટ્વીટ કરી દીધી હતી. આવો જાણીએ કે તમે આ પૈસાનો બીજે ઉપયોગ કરી શકશો. 


ચોકીદાર ચોર હે મુદ્દે સુપ્રીમ રાહુલને દેશની જનતાની માફી માંગવા આદેશ આપે: લેખી
યુપીમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવા પાછળ છે આ રહસ્ય, જ્યોતિરાદિત્યનો ખુલાસો
ઓફર હેઠળ સ્પાઇસજેટ તમારા પૈસા પોતાની કંપની સ્પાઇસ સ્ટાઇલ.કોમ (spicestyle.com)માં નાખી દેશે. આ પૈસાથી તમે કંપનીની વેબસાઇટથી શોપિંગ કરી શકો છો. આ વેબસાઇટમાં તમારા તમામ પ્રકારનો સામાન મળશે.  સ્પાઇસ સ્ટાઇલ ડોટકોમ પર ટીકિટ પાછળ વાપરેલા પૈસા તમે ખર્ચ કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પાઇસ જેટની આ ખાસ ઓફર 30 સપ્ટેમ્બર સુધી જ વેલિડ છે. યાત્રીઓને આ ઓફર ખુબ પસંદ આવી રહી છે કારણ કે તેના કારણે ટિકિટનાં તમામ પૈસા તેમને સ્ટાઇલકેશમાં પરત મળી રહી છે. એક પ્રકારે 100 ટકા કેશબેક ઓફર જેવું જ છે.