• રામનગરીમાં દીપોત્સવનો રેકોર્ડ

  • 28 લાખ દીવાથી ઝળહળી અવધનગરી

  • કાશી-મથુરા પણ અયોધ્યાની જેમ ઝળહળે

  • 1600 અર્ચકોએ સરયૂ ઘાટ પર કરી આરતી

  • 55 ઘાટ દીવડાઓથી પ્રજ્વલિત થયા

  • લેસર-લાઈટ શોથી શ્રદ્ધાળુઓ થયા રોમાંચિત 


ઝી બ્યૂરો, અમદાવાદઃ 500 વર્ષ પછી રામલલા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા પછી ભવ્ય દિવાળીની ઉજવણી કરાઈ.. અયોધ્યામાં સરયૂ નદીના ઘાટ પર 28 લાખ જેટલાં દીપ પ્રજ્વલિત કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો... પ્રકાશના તહેવાર પર ભગવાન રામનો દરબાર જોઈને દૂર-દૂરથી આવેલાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા... ત્યારે  અવધનગરીમાં દીપોત્સવ નિમિત્તે કેવા દ્રશ્યો સર્જાયા? જુઓ અનેરા અવસરની અદભુત તસવીરો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


દિવાળી અયોધ્યાવાળી
500 વર્ષ પછી મોટો અવસર
રામ મંદિરમાં પહેલી દિવાળી
સરયૂ ઘાટ ઝગમગી ઉઠ્યો


દેશમાં દિવાળી છે... જેના પગલે આખા ભારતવર્ષનો ખૂણો-ખૂણો ચમકી રહ્યો છે... ત્યારે પ્રભુ શ્રીરામનું ધામ અયોધ્યા પણ રોશનીથી ઝળહળી ઉઠ્યું... કેમ કે 22મી જાન્યુઆરી રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલીવાર દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી... એવામાં સરયૂ નદીના કિનારા પર 28 લાખ દીવડાઓ પ્રજ્વલિત કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો... 


આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા... તો મોટી સંખ્યામાં દેશ અન વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ ક્ષણને પોતાની નજરે નિહાળીને ગૌરવાન્વિત થયા... આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મથુરા અને કાશી પણ અયોધ્યાની જેમ ઝગમગવા જોઈએ... 


500 વર્ષના લાંબા ઈંતેઝાર પછી રામલલા પોતાના ધામમાં બિરાજમાન થયા હોવાથી અયોધ્યામાં આ વર્ષની દિવાળી ઐતિહાસિક બની રહેવાની છે... દિવાળીના પગલે અયોધ્યા નગરી પણ વિશેષ લાઈટથી શણગારવામાં આવી છે... સરયૂ નદીના ઘાટ પર ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા પછી રાત્રિના સમયે લેસર અને કલરફૂલ લાઈટનો શો યોજાયો... જેને જોઈને ત્યાં ઉપસ્થિત તમામ લોકોને ત્રેતા યુગની યાદ આવી ગઈ... 


અયોધ્યામાં દીપોત્સવ દર વર્ષે રેકોર્ડ બનાવે છે... ત્યારે આગામી સમયમાં પણ દીપોત્સવ તેના તમામ રેકોર્ડ તોડે અને ધાર્મિક નગરી તરીકે અયોધ્યા દુનિયામાં વધુ જાણીતું બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે...