ભય્યૂજી મહારાજ મોડલિંગ છોડીને અપનાવ્યો હતો આદ્યાત્મનો માર્ગ, જાણો 5 વાતો
આધ્યાત્મિક ગુરૂ ભય્યૂજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેમણે માથામાં ગોળી મારી હતી. તેમણે ઇન્દોરના બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.
ઇન્દોર: આધ્યાત્મિક ગુરૂ ભય્યૂજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેમણે માથામાં ગોળી મારી હતી. તેમણે ઇન્દોરના બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. ભય્યૂજી મહારાજ ત્યારે ચર્ચામાં હતા જ્યારે તેમણે સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેને અનશન તોડાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભય્યૂજી મહારાજનો જીવન પરિચય ખૂબ રસપ્રદ છે. તેમનું સાચુ નામ ઉદય સિંહ શેખાવત છે, પરંતુ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો તેમને ભય્યૂજી મહારાજના નામથી ઓળખતા હતા. ભય્યૂજી મહારાજ એક એવા આદ્યાત્મિક ગુરૂ છે, જે ગૃહસ્થ જીવન જીવે છે. તેમની એક પુત્રી કુહૂ છે.
સંત ભૈયુજી મહારાજની પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા
આવો ભય્યૂજી મહારાજ સાથે સંકળાયેલી 5 વાતો:-
1. ભૈય્યૂજી મહારાજ મોદલ રહી ચૂક્યા છે. મોડલિંગનું કેરિયર છોડીને તેમણે આધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો હતો. તે સિયારામ શૂટિંગના મોડલ રહી ચૂક્યા છે.
2. તે બીજા આદ્યાત્મિક ગુરૂથી બિલકુલ અલગ છે. તે ક્યારેક ખેતરોમાં ખેતી કરતાં જોવા મળે છે તો ક્યારેક ક્રિકેટ રમતા. ઘોડેસવારી અને તલવારબાજીમાં પણ પારંગત હતા.
3. 29 એપ્રિલ 1968માં મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લાના શુજાલપુરમાં જન્મેલા ભય્યૂજી લાડકવાયા હોવાની વચ્ચે તેમને ભગવાન દત્તાત્રેયના આર્શિવાદ મળ્યા છે. મહારાષ્ટ્રમાં તેમને રાષ્ટ્રીય સંતનો દરજ્જો મળ્યો છે. તે સૂર્યની ઉપાસના કરે છે. કલાક જળ સમાધિ કરવાનો તેમનો અનુભવ છે.
4. ભૈય્યૂજી મહારાજના સસરા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કેંદ્રીય મંત્રી વિલાસરાવ દેશમુખ સાથે તેમને અંગત સંબંધ છે. ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીથી માંડીને સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ તેમના ભક્તોની યાદીમાં છે. રાજકારણમાં તેમને સંકટમોચક તરીકે જોવામાં આવે છે.
5. ભય્યૂજી મહારાજ ગ્લોબલ વોર્મિંગને લઇને પણ ચિંતિત હતા, તેમના માટે ગુરૂ દક્ષિનાના નામ પર એક ઝાડ ઉગાડતા હતા. અત્યાર સુધી 18 લાખ ઝાડ તેમણે ઉગાડ્યા છે. આદિવાસી જિલ્લાઓ દેવાસ અને ધારમાં તેમને લગભગ એક હજાર તળાવ ખોદાવ્યા છે. તે નારિયેળ, ફૂલ, ફૂલમાળા પણ સ્વિકારતા ન હતા.