નવી દિલ્હી : ભારત સરકારનાં રમત મંત્રાલયે કહ્યું કે, 2011થી 2019 સુધી રાષ્ટ્રીય ટ્રેનિંગ કેન્દ્રોમાં શારીરિક શોષણ સંબંધિત કથિત ઘટનાઓની 35 ફરિયાદો નોંધાઇ છે. મંત્રાલયે કહ્યું કે, ભારતીય રમતગમત મંત્રાલય (SAI) દ્વારા સંચાલિત કેન્દ્રો પર કોચની વિરુદ્ધ એથલીંટોએ 27 ફરિયાદો નોંધાવી છે. મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી શારીરિક શોષણ મુદ્દે દોષીત 14 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે અને 15 કેસમાં પુછપરછ ચાલી રહી છે. બાકી કેસમાં કાં તો આરોપીને સંબંધિત કોર્ટ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે અથવા તો પછી આરોપો સાબિત થયા નથી. જેથી તેમાં કાંઇ પણ થઇ શકે નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં ફરી એકવાર તીડનો તરખાટ, ખેડૂતોની સ્થિતી કફોડી

રમંત મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, તેમણે સાઇ (SAI) ને આગામી ચાર અઠવાડીયમાં બાકી રહેલા તમામ મુદ્દાની તપાસ પુર્ણ કરવા માટે જણાવ્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, સાઇ પરિસરમાં શારીરિક શોષણ અને શારીરિક ઉત્પીડન માટે જીરો ટોલરન્સની નીતિ છે. જે પુછપરછ ચાલી રહી છે, તેમાં પણ શક્ય તેટલી ઝડપ કરવામાં આવી રહી છે. રિજીજૂએ કહ્યું કે, અમે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે શારીરિક શો,ણ મુદ્દે જોડાયેલા અમારા ખેલાડીઓનું સંરક્ષણ કરવાની પહેલાથી હાજર પ્રણાલીને વધારે મજબુત બનાવવામાં આવે.


Big Breaking: હાર્દિક પટેલની અટકાયત થઈ, જાણો શું છે મામલો?


એથલિટ સાઇ કેન્દ્રો પર પોતાનાં શરૂઆતનાં વર્ષ પસાર કરે છે અને તેમને સુરક્ષીત વાતાવરણ મળી રહે તે અમારી સૌથી મહત્વપુર્ણ જવાબદારી છે. સાઇનાં પૂર્વ મહાનિર્દેશક નીલમ કપૂરે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓની વાસ્તવિક સંખ્યા વધારે હોઇ શકે છે. તેમણે કહ્યું કે, મારુ માનવું છે કે શારીરિક ઉત્પીડનની અનેક ઘનટાઓ નોંધાતી નથી. જેનું કારણ છે બદલાનું રાજકારણ અથવા જાગૃતીનો અભાવ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube