`72 કલાકની અંદર જવાબ આપે કુશ્તી મહાસંઘ, રેસલર વિનેશ ફોગાટના યૌન શોષણના આરોપ પર એક્શનમાં સરકાર`
Delhi Wrestler Protest: ખેલ મંત્રાલયે રેસલરોના આરોપોને ગંભીરતાથી લીધા છે. મંત્રાલય તરફથી કુશ્તી સંઘને 72 કલાકની અંદર આરોપોનો જવાબ આપવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
નવી દિલ્હીઃ Wrestler Protest: ખેલ મંત્રાલયે રેસલરોના આરોપોને ગંભીરતાથી લીધા છે. મંત્રાલય તરફથી રેસલિંગ એસોસિએશનને 72 કલાકની અંદર આરોપોનો જવાબ આપવા માટે નોટિસ મોકલવામાં આવી છે. એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, મહિલા રેસલર વિનેશ ફોગાટ બુધવારે (18 જાન્યુઆરી) રડી પડ્યા અને આરોપ લગાવ્યો કે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને BJP સાંસદ બ્રૃજભૂષણ શરણ સિંહ ઘણા વર્ષોથી મહિલા રેસલર્સનું યૌન શોષણ કરી રહ્યા છે. મહિલા રેસલરે તેમને હટાવવા માટે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના હસ્તક્ષેપની માંગ કરી હતી.
ખેલ મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) અને ફેડરેશનના કામકાજમાં ગેરવહીવટનો ખુલાસો માંગ્યો છે અને તેના પર લાગેલા આરોપો પર આગામી 72 કલાકમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. WFIને મોકલવામાં આવેલા પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે આ મામલો રમતવીરોના કલ્યાણ સાથે સંબંધિત હોવાથી મંત્રાલયે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે.
આ પણ વાંચોઃ IND vs NZ: માઇકલ બ્રેસવેલની અદ્ભુત ઈનિંગ, હૈદરાબાદ વનડેમાં માંડ-માંડ જીત્યું ભારત
મંત્રાલયે વધુમાં કહ્યું છે કે જો WFI આગામી 72 કલાકમાં જવાબ આપવામાં નિષ્ફળ જશે તો મંત્રાલય રાષ્ટ્રીય રમત વિકાસ સંહિતા, 2011ની જોગવાઈઓ અનુસાર ફેડરેશન સામે કાર્યવાહી શરૂ કરશે. ઉપરાંત, મહિલા રાષ્ટ્રીય કુસ્તી પ્રશિક્ષણ શિબિર જે 18 જાન્યુઆરી, 2023 થી લખનઉમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)ખાતે 41 કુસ્તીબાજો અને 13 કોચ અને સહાયક સ્ટાફ સાથે શરૂ થવાનું હતું તે રદ કરવામાં આવ્યું છે.
વિશ્વ ચેમ્પિયનશિપની મેડલ વિજેતા અને ઓલિમ્પિયન વિનેશે દાવો કર્યો કે લખનઉમાં રાષ્ટ્રીય શિબિરમાં ઘણા કોચે પણ મહિલા રેસલરોનું શોષણ કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે શિબિરમાં કેટલીક મહિલાઓ છે જે સંઘના અઘ્યક્ષના કહેવા પર રેસલરો સાથે સંપર્ક કરે છે.
આ 28 વર્ષની રેસલરે પરંતુ પુષ્ટિ કરી છે કે તેણે ખુદ આ પ્રકારના શોષણનો સામનો કર્યો નથી. તેમણે દાવો કર્યો છે કે તેમણે ફેડરેશનના અધ્યક્ષના ઇશારા પર તેના નજીકના અધિકારીઓથી જાનથી મારવાની ધમકી મળી હતી, કારણ કે તેણે ટોક્યો ઓલિમ્પિક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન તેમનું ધ્યાન આ મુદ્દા પર આકર્ષિત કરવાની હિંમત દેખાડી હતી.
આ પણ વાંચોઃ Shubman Gill: શુભમન ગિલને આ બે સુંદરીઓ સાથે છે અફેર, એક છે મોટા અભિનેતાની પુત્રી
દિલ્હીના જંતર મંતર પર ચાર કલાકથી વધુ સમય સુધી ધરણા પર બેઠા બાદ વિનેશે કહ્યું- હું ઓછામાં ઓછી 10-12 મહિલા રેસલરોને જાણું છું જેણે મને ફેડરેશનના અધ્યક્ષથી થયેલા યૌન શોષણ વિશે જણાવ્યું છે. તેણે મને પોતાની કહાની સંભળાવી. હું અત્યારે તેનું નામ ન લઈ શકું, પરંતુ જો અમે દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને મળ્યે તો હું આ નામના ખુલાસા જરૂર કરી શકુ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube