Sputnik ના સિંગલ ડોઝની વેક્સીન ક્યારથી મળશે ભારતમાં, જાણો કેટલી હશે તેની કિંમત
કોરોના વાયરસ (Coronavirus) સામેની લડાઈમાં ભારતને ટૂંક સમયમાં જ બીજું હથિયાર મળવા જઈ રહ્યું છે. માહિતી અનુસાર, ભારત (India) સપ્ટેમ્બર સુધીમાં રશિયન રસી Sputnik Light મેળવી શકે છે
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામેની લડાઈમાં ભારતને ટૂંક સમયમાં જ બીજું હથિયાર મળવા જઈ રહ્યું છે. માહિતી અનુસાર, ભારત (India) સપ્ટેમ્બર સુધીમાં રશિયન રસી Sputnik Light મેળવી શકે છે. આ સિંગલ ડોઝ રસીની (Single Dose Vaccine) કિંમત 750 રૂપિયા હશે. કંપનીએ તેના ઈમરજન્સી ઉપયોગ માટે પણ અરજી કરી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં રશિયન રસી Sputnik V નો ઉપયોગ થઈ રહ્યો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, Sputnik Light ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે પેનેશિયા બાયોટેકે (Panacea Biotec) એક ડોઝિયર રજૂ કર્યું છે. Sputnik Light ને રશિયાની ગમાલેયા ઇન્સ્ટીટ્યૂટે તૈયાર કરી છે. જુલાઈમાં પેનેશિયા બાયોટેકે Sputnik V રસીના નિર્માણ માટે લાયસન્સ લેવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:- શું રિટાયરમેન્ટની ઉંમર વધારવા જઈ રહી છે સરકાર, જાણો PM ને સોંપવામાં આવેલા રિપોર્ટમાં એવું શું છે?
કોરોના વાયરસ સામે Sputnik Light કેટલી અસરકારક?
તમને જણાવી દઈએ કે મે મહિનામાં રશિયાએ Sputnik Light ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. રશિયન વૈજ્ઞાનિકોએ આ રસીને કોરોના વાયરસ સામે 80 % સુધી અસરકારક ગણી છે.
આ પણ વાંચો:- આ જાતિ અંગે પાકિસ્તાની PM ઇમરાન ખાને આપ્યું આવું ઘૃણાસ્પદ નિવેદન, થયો હંગામો
J&J ના સિંગલ ડોઝ રસીને મંજૂરી
અગાઉ 7 ઓગસ્ટના રોજ ભારત સરકારે અમેરિકન કંપની Johnson and Johnson ની સિંગલ ડોઝ કોરોના રસી (Corona Vaccine) ને ઇમરજન્સી યુને મંજૂરી આપી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Johnson and Johnson ની આ રસી ટૂંક સમયમાં ભારતીય બજારમાં મળવાનું શરૂ થશે.
આ પણ વાંચો:- Independence @75: હાથમાં તિરંગો, હોઠ પર ગૌરવ ગીત; કાશ્મીરની વાદિઓમાં ગુંજતું રાષ્ટ્રગીત
ભારતમાં કોરોનાના તાજેતરના આંકડા
દેશમાં કોરોના વાયરસના 40,120 નવા કેસ એક દિવસમાં નોંધાયા છે. જ્યારે 585 સંક્રમિતોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, કોવિડ -19 ના કુલ કેસો 3,21,17,826 પર પહોંચી ગયા છે જ્યારે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 4,30,254 પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube