શ્રીલંકા બ્લાસ્ટ : જેડીએસના બે નેતાઓએ પણ જીવ ગુમાવ્યો, સુષમા સ્વરાજે ટ્વિટ કર્યું
શ્રીલંકા બ્લાસ્ટ : શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટમાં પાંચ ભારતીય સહિત 290 લોકોના મોત નીપજયા છે. જોકે એક ચોંકાવનારી વિગત એ સામે આવી રહી છે કે ભારતીય બે નેતાઓએ પણ આ વિસ્ફોટમાં જીવ ગુમાવ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આ અંગે અગાઉ આશંકા વ્યક્ત કરી હતી. કહેવાય છે કે, જેડીએસના 7 નેતાઓ 20 એપ્રિલે શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. જે પૈકી બે નેતાઓના મોત નીપજ્યાં છે.
નવી દિલ્હી : શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે ઇસ્ટર પ્રસંગે કરાયેલા આઠ સિરિયલ બ્લાસ્ટમાં જનતા દળ (સેક્યૂલર) એટલે કે જેડીએસના બે નેતાઓના પણ મોત નીપજ્યાંની વિગત સામે આવી રહી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ આ અંગે પૃષ્ટિ કરી છે. કર્ણાટક મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આ અંગે અગાઉ આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ વિસ્ફોટ બાદ આ નેતાઓ સાથે કોઇ સંપર્ક થઇ શક્યો ન હતો.
જનતા દળ (સેક્યૂલર) જેડીએસના આ નેતાઓના નામ એમ રંગપ્પા અને કેજી હનુમંથરૈયપ્પા છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા ભારતીયોના જે નામ ટ્વિટ કરી જાહેર કર્યા છે એમાં પણ આ બે નેતાઓના નામ છે. અહીં નોંધનિય છે કે, રવિવારે કોલંબોમાં થયેલા આઠ સિરિયલ બ્લાસ્ટમાં શ્રીલંકાની રાજધાની કોલંબોમાં અત્યાર સુધી 290 લોકોના મોત થયા છે અને અંદાજે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં પાંચ ભારતીયો છે.
આ પણ વાંચો: ભારતીય અભિનેત્રીનો જીવ બચ્યો...
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને મૃતક પાંચ ભારતીયોની ઓળખ કરી છે, જેમાં લક્ષ્મી, કેજી હનુમંથરૈયપ્પા, એમ રંગપ્પા, નારાયણ ચંદ્રશેખર અને રમેશ. તેમણે ટ્વિટમાં કહ્યું કે, કોલંબામાં ભારતીય ઉચ્ચાયુક્તે જાણકારી આપી છે કે નેશનલ હોસ્પિટલે એમને ભારતીયોના મોત અંગે સૂચિત કર્યા હતા. આ વિસ્ફોટમાં ભારતીય લોકો સહિત 500 લોકો ઘાયલ થયા છે. રવિવારે થયેલા આ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઇ સંગઠને લીધી નથી
દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV