કોલંબો : શ્રીલંકાના સુપ્રીમ કોર્ટના સંસદ ભંગ કરવાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાનાં ચુકાદાને પલટી દીધો છે. એટલું જ નહી સુપ્રીમ કોર્ટે સિરીસેનાની તરફથી ચૂંટણીની તૈયારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સિરીસેનાએ 26 ઓક્ટોબરે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને પદ પરથી બર્ખાસ્ત કરી દીધા હતા અને તેમના સ્થાન પર પૂર્વ પ્રેસિડેન્ટ મહિંદા રાજપક્ષેને નિયુક્ત કર્યા હતા. આ નાટકીય ઘટનાક્રમ બાદ સિરીસેનાએ સંસદ ભંગ કરતા નવી ચૂંટણીનો નિર્ણય લીધો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે સુપ્રીમ કોર્ટની તરફથી પ્રતિબંધ બાદ પાડોશી દ્વીપીય દેશમાં રાજનીતિક સંકટ વધારે ગહેરાઇ ચુક્યો છે. ચીફ જસ્ટિસ નલિન પરેરાની અધ્યક્ષતાવાળી ત્રણ બેંચે આ ચુકાદો આપ્યો છે. સુનવણી દરમિયાન કોર્ટમાં મોટા પ્રમાણમાં સુરક્ષા દળોને ફરજંદ કરવામાં આવ્યા હતા. જજોએ કમાંડોઝની ઘેરાબંધી વચ્ચે આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. 



સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર અપદસ્થ કરવામાં આવેલા રાનિલ વિક્રમસિંઘેએ ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. વિક્રમસિંઘેએ લખ્યું કે, જનતાને પહેલી જીત મળી છે. હજી ઘણુ આગળ વધવાનું છે અને પોતાનાં પ્રીય દેશમાં લોકોને એકવાર ફરીથી સંપ્રભુતાની બહાલી કરવાની છે. 



ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના અપદસ્થ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની યૂનાઇટેડ નેશનલ પાર્ટીએ સિરીસેનાનાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમની અરજી અંગે પણ આ ચુકાદો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે સંસદ ભંગ કરવાની સાથે જ સિરીસેનાએ 5 જાન્યુઆરીએ મધ્યવધી ચૂંટણી કરવા માટેની જાહેરાત કરી હતી.