નવી દિલ્હી : શ્રી શ્રી રવિશંકરનું FMCGની બ્રાંડ શ્રી શ્રી તત્વ હવે પ્રચાર મુદ્દે બાબા રામદેવનાં પતંજલિની સામે ટક્કર લઇ રહી છે. તેનાં કારણે જાહેરાત અને પ્રમોશન પર આશરે 200 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટેની યોજના બનાવી છે. આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટના સેગમેન્ટ આ નવી બ્રાંડ દેશમાં 1 હજાર સ્ટોર્સ ખોલવા માટેનું આયોજન કરી રહી છે. આ પ્રચાર માટે માસ મીડિયા એડ્વર્ટાઇઝિંગ અને કેમ્પેઇનિંગ પાછળ મોટો ખર્ચ કરવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ પુરી થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આ ટેલિવિઝન એડ્વર્ટાઇઝીંગ પર 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરનાર FMCG કેટેગરીમાં મોટી જાહેરાતોનો સમાવેશ થાય છે. શ્રી શ્રી તત્વ સ્ટોર્સ ખોલનાર શ્રી શ્રી આયુર્વેદ ટ્રસ્ટનાં ચીફ એક્ઝેક્યુટીવ તેજ કાટપિટિયાએ જણાવ્યું કે,આ વર્ષે અમે ઝડપથી વિસ્તાર કરીશું. અમારી જાહેરાત આક્રમક અને નિશ્ચિત રીતે ગત્ત વર્ષોથી અલગ હશે. 

શ્રીશ્રીએ કહ્યું કે, ગત્ત નાણાકીય વર્ષમાં 3-4 મોટા જાહેરાત કેમ્પેઇન ચલાવવામાં આવશે. આ કેમ્પેઇન ન્યૂઝ ચેનલની સાથે સાથે જ જનરલ એન્ટરટેઇનમેન્ટ સેગમેન્ટ ચેનલ અને રિઝનલ ચેનલ પર ચાલશે. આ સાથે જ ઓન ગ્રાઉન્ડ અને આઉટ ડોર એડ્વર્ટાઇઝીંગ પણ થશે. જો કે તેમણે એડ્વર્ટાઇઝીંગના બજેટની માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે સુત્રોનાં અનુસાર શ્રી શ્રી ફાઉન્ડેશન જાહેરાત પાછળ 200 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરી શકે છે. 

પતંજલીની જેમ જ શ્રી શ્રી તત્વ દ્વારા તુથપેસેટ, પર્સનલ કેર આઇટમ્સ અને ફૂટ પ્રોડક્ટ જેવી ખાસ કેટેગરી પર ફોકસ કરવામાં આવશે. આઇપીએ દરમિયાન 10 કરોડ રૂપિયાની ટીવી પર જાહેરાતના પોતાનાં કુલ બજેટમાંથી 4 કરોડ રૂપિયા પર્સનલ કેર કેટેગરી પાછળ જ ખર્ચવામાં આવશે. ઉપરાંત 3 કરોડ તુથપેસ્ટ, 3 કરોડ ફૂડ પ્રોડક્ટની જાહેરાત પાાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા. 

શ્રી શ્રી દ્વારા પર્સનલ કેરમાં ફેસ વોશ, લોશન, શેમ્પૂ અને ફૂટ કેટેગરીમાં ઘી, ચોખા, કોકોોનટ ઓઇલ જેવી પ્રોડક્ટ પર જોર આપશે. દેશમાં પર્સનલ કેર માર્કેટમાં નેચરલ સેગમેન્ટની હિસ્સેદારી આશરે 18500 કરોડ રૂપિયા અથવા આશરે 41 ટકા થવાનું અનુમાન છે. 

અત્રે ઉલ્લેખીય છે કે પતંજલી આયુર્વેદની વાર્ષિક વેચાણની રકમ 10 હજાર કરોડ રૂપિયા કરતા પણ વધારેની છે. પતંજલીનું ટર્નઓવર પણ ઝડપથી વધી રહ્યું છે. જેનાં કારણે હિન્દુસ્તાન યૂનિલીવર, P&G, કોલગેટ, પામોલિવ, ફ્યૂચર ગ્રુપ અને ડાબર જેવા ગ્લોબલ અને ડોમેસ્ટિક કંપનીઓને આયુર્વેદિક પ્રોડક્ટને પોતાનું પોર્ટફોલિયો વધારવા માટે મજબુર થવું પડે છે.