મુંબઈઃ અભિનેત્રી શ્રીદેવીનું નિધનના 72 કલાક બાદ તેમનું પાર્થિવ શરીર મંગળવાર (27 ફેબ્રુઆરી)એ રાત્રે મુંબઈ પહોંચી ગયું છે. કપૂર અને અય્યપ્પન પરિવાર દ્વારા મંગળવારે સાંજે જારી કરાયેલા નિવેદન અનુસાર, પાર્થિવ શરીર બુધવારે સવારે 9.30 વાગ્યાથી ત્રણ કલાક સુધી અંધેરી વેસ્ટ સ્થિત પોતાના આવાસની પાસે સેલીબ્રેશન સ્પોર્ટસ ક્લબમાં રાખવામાં આવશે, જેમાં તેમના ફેન્સ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. તેમની અંતિમ યાત્રા બુધવારે (28 ફેબ્રુઆરી)એ બપોરે બે વાગ્યાથી ક્લબથી લગભગ 3.30 કલાકે પાર્લેમાં એસવી રોડ પર સ્થિત પાર્લે વેસ્ટ સેવા સમાજ સ્મશાન ઘાટ પર પહોંચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિદેવન અનુસાર, પત્રકારોને ક્લબ અને સ્મશાન ઘાટમાં પ્રવેસની પરવાનગી મળશે નહીં. આ નિદેવન શ્રીદેવીના પતિ બોની કપૂર તેમની પુત્રીઓ જાહનવી અને ખુશી તરફથી જારી કરવામાં આવ્યું છે. શ્રીદેવીનું નિધન શનિવારે રાત્રે દુબઈની એક હોટેલના બાથરૂમમાં ચક્કર આવવાથી બાથટબમાં પડી જવાથી થયું હતું.  રવિવારે આ સમાચાર ભારતીય વિશેષ કરીને શ્રીદેવીના પ્રશંસકોને સ્તબ્ધ કરી દીધા હતા. દુબઈ પ્રશાસને વિભિન્ન શાસકીય અને ચિકિત્સક ઔપચારિકતા પુરી કરવાને કારણે ત્રણ દિવસ બાદ મંગળવારે સાંજે તેમનું પાર્થિવ શરીર તેમના પરિવારોને સોંપ્યું હતું. 


મુંબઈમાં થશે શ્રીદેવીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમ દર્શન અને અંતિમ યાત્રાનો કાર્યક્રમ 


અંતિમ દર્શન
બુધવારે શ્રીદેવીના અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવ શરીરને મુંબઈના સેલીબ્રેશન ક્લબ ગાર્ડનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 
સમયઃ સવારે 9.30 કલાકથી બપોરે 12.30 કલાક સુધી


સ્થળઃ સેલીબ્રેશન સ્પોર્ટસ ક્લબ ગાર્ડન નંબર-5, લોખંડવાલા કોમ્પલેક્ક્ષ, અંધેરી વેસ્ટ, મુંબઈ


અંતિમ યાત્રા
શ્રીદેવીની અંતિમ યાત્રા બપોરે 2 કલાકે સેલીબ્રેશન સ્પોર્ટસ ક્લબથી શરૂ થશે જે વિલે પાર્લે સેવા સમાજ સ્મશાન ભૂમિમાં સમાપ્ત થશે. 


અંતિમ સંસ્કાર
શ્રીદેવીના અંતિમ સંસ્કાર બપોરે 03.30 કલાકે સંપન્ન થશે. 
સ્થળઃ વિલે પાર્લે સેવા સમાજ સ્મશાન ભૂમિ, એસવી રોડ, વિલે પાર્લે વેસ્ટ, મુંબઈ