શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા પછી વાતાવરણ નયનરમ્ય બની ગયું છે... ગુલમર્ગ, બાંદીપોરા અને જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં હળવી બરફવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે... તો પ્રવાસીઓ આ સિઝનનો મનભરીને લુત્ફ ઉઠાવી રહ્યા છે... જ્યારે કેટલાંક વિસ્તારોમાં અચાનક બરફ પડતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો... ત્યારે કાશ્મીરમાં બરફનો કેવો વરસાદ થયો?... જોઈશું આ અહેવાલમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુદરત જ્યારે જમીન પર કોઈ કરામત કરે છે ત્યારે આવો જ કંઈક નજારો જોવા મળે છે... જે ખૂબસૂરતની સાથે સાથે મનોરમ્ય પણ હોય છે... 


આ દ્રશ્યો ધરતીનું સ્વર્ગ કહેવાતા જમ્મુ કાશ્મીરના છે... અહીંયા જ્યાં બરફવર્ષાના કારણે આખો વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાયેલો જોવા મળ્યો... જ્યાં નજર કરો ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે... 



જમ્મુ કાશ્મીરના બારામુલ્લા વિસ્તારમાં પણ બરફના દ્રશ્યો જોવા મળ્યા  છે... અહીંયા મોડીરાત્રે આકાશમાંથી સફેદ રૂ જેવા બરફનો વરસાદ થતાં અનેક વાહનચાલકો ફસાઈ ગયા... બાંદીપોરા-ગુરેઝ રોડ પર ફસાયેલા વાહનચાલકોને BROની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા... 


કારગિલ વિસ્તારમાં પણ નવેમ્બરમાં ભારે બરફ પડવાનું શરૂ થઈ ગયું છે... સ્થિતિ એવી સર્જાઈ કે જોજિલા પાસે સ્થાનિક પ્રશાસન રસ્તા પરથી બરફને હટાવવાનું કામ કરી રહ્યું છે... જેથી વાહન વ્યવહાર નિયમિત રીતે ચાલુ રહે અને લોકો સરળતાથી અવરજવર કરી શકે...



જન્નતનો આ નજારો નિહાળવા માટે અત્યારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે... અને બરફવર્ષાને પોતાની આંખોથી નિહાળીને ખુશખુશાલ થઈ ગયા... તો ગુલમર્ગમાં પ્રવાસીઓ રોપવેમાં બેસીને બરફવર્ષાનો આનંદ ઉઠાવતાં જોવા મળ્યા... 



આ તરફ પહાડોની રાણી તરીકે ઓળખાતા શિમલામાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે... જેના કારણે પ્રકૃતિએ પણ સુંદરતાની ચાદર ઓઢી લીધી છે... જોકે હવે ધીમે-ધીમે પહાડી રાજ્યના લોકોએ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે...