શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટ્યા બાદથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ કાશ્મીર ખીણમાં જ રોકાયેલા છે. એનએસએ ખીણમાં કાયદો અને વ્યવસ્થાનાં મૉનિટર કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે શ્રીનગરનાં બખ્શાયેલ સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પણ અજીત ડોભાલ હાજર હતા. શ્રીનગરનાં શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં આયોજીત સ્વતંત્રતા દિવસ સમારંભ દરમિયાન જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે ઝંડો ફરકાવ્યો અને પરેડ સલામી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન સ્ટેડિયમનો નજારો કંઇક એવા પ્રકારનો હતો કે એક તરફ પરેડ થઇ રહી હતી તો બીજી તરફ દર્શકો દીર્ધામાં અલગ અલગ આવેલા છે. જમ્મુની યુવતીઓ દેશનાં અલગ અલગ હિસ્સામાંથી આવેલા લોકોને રાખડીઓ બાંધી રહી છે. કાશ્મીર ખીણમાં સૌથી સારા સમાચાર એ છે કે અહીં કોઇ અપ્રિય ઘટના નથી બની. એવું લાગી રહ્યું છે કે ખીણમાં ધીરે ધીરે સ્થિતી સામાન્ય તઇ રહી છે. 


પોતાના સંબોધનમાં રાજ્યપાલ મલિકે કહ્યું કે, ગત્ત 70 વર્ષોમાં રાજ્યનાં લોકો વિકાસ અને શાંતિ સમૃદ્ધિનાં મુખ્ય મુદ્દાઓથી ભટકી ગયા હતા. ખીણનાં લોકોએ જાણીબુઝીને આ મુદ્દાઓ પર લઇ જવામાં આવશે, જેનું કોઇ મહત્વ નથી. તેમણે કહ્યું કે, ગત્ત 70 વર્ષમાં ખીણનાં રહેનુમાઓએ અહીંના લોકોને રોટી, કપડા અને મકાન પર ધ્યાન નથી આપ્યું. તેમણે કહ્યું કે, હાલનાં પરિવર્તનોને કારણે ખીણમાં આર્થિક વિકાસ આવશે, અહીં સુશાસન વધશે, સ્તાનીક લોકોના માટે રોજગારનાં નવા અવસર પેદા થશે. એટલું જ નહી આ પરિવર્તનોથી દેશનાં અન્ય હિસ્સાઓની સાથે સાથે સમાનતાની ભાવના પણ આવશે.


રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, હું જમ્મુ અને કાશ્મીરનાં લોકોને આશ્વસ્ત કરવા માંગુ છું કે તેમની ઓળખ દાવ પર નથી અને ન તેનાથી કોઇ પ્રકારની છેડછાડ કરવામાં આવી છે. કોઇ પણ નાગરિકને કોઇ પણ બાબતને ચિંતા ન હોવી જોઇએ કે તેની ઓળખ આ પરિવર્તનથી સમાપ્ત થઇ જશે. 

ગવર્નર મલિકે કહ્યું કે, રાજ્યનાં તમામ લોકોનો પ્રતિનિધિ મળશે. આજે પરેડ દરમિયાન રાજ્યપાલ સત્યપાલ મલિકની જીપ પર જમ્મુ કાશ્મીરનો ઝંડો લાગેલો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબરથી જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનું સ્ટેટસ લાગુ થશે.