Srinagar નું Shital Nath Temple 31 વર્ષ બાદ મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું, આતંકવાદના કારણે બંધ હતું
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં હાલાત ઘણા બદલાઈ ગયા છે. જેનો પુરાવો શિતલનાથ મંદિર (Shital Nath Temple ) આપે છે. આ મંદિર છેલ્લા 31 વર્ષથી બંધ હતું જે ગઈ કાલે વસંતપંચમી (Basant Panchami) ના દિવસે ખોલવામાં આવ્યું.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં હાલાત ઘણા બદલાઈ ગયા છે. જેનો પુરાવો શિતલનાથ મંદિર (Shital Nath Temple ) આપે છે. આ મંદિર છેલ્લા 31 વર્ષથી બંધ હતું જે ગઈ કાલે વસંતપંચમી (Basant Panchami) ના દિવસે ખોલવામાં આવ્યું. વસંત પંચમીના અવસરે અહીં વિશેષ પૂજા પણ કરવામાં આવી. વાત જાણે એમ છે કે કાશ્મીર ખીણમાં આતંકવાદની શરૂઆત અને હિન્દુ વિરોધી માહોલ બન્યા બાદથી આ મંદિર બંધ હતું. હવે જ્યારે હાલાત સામાન્ય થઈ ગયા છે તો હબ્બા કદલ વિસ્તારમાં આવેલા આ મંદિરને ફરીથી ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.
Muslims એ કર્યો સહયોગ
વસંત પંચમી (Basant Panchami) ના દિવસે મંદિરમાં પૂજા અર્ચના માટે પહોંચેલા સંતોષ રાજદાને ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે મંદિરને ફરીથી ખોલવામાં સ્થાનિક લોકો, ખાસ કરીને મુસ્લિમ સમુદાયનો ખુબ સહયોગ મળ્યો છે. તેમણે કહ્યું કે અહીં પહેલા લોકો પૂજા કરવા આવતા હતા, પરંતુ આતંકવાદના કારણે આ મંદિરને બંધ કરી દેવાયું હતું. આસપાસ રહેતા હિન્દુઓ પણ પલાયન કરી ગયા હતા. હવે મુસ્લિમ સમુદાયના લોકોના સહયોગથી મંદિરને ફરીથી ખોલવામાં આવ્યું છે.
Corona વિસ્ફોટ!, આ રાજ્યની કોલેજમાં એક સાથે 40 વિદ્યાર્થી અને અપાર્ટમેન્ટના 103 લોકો કોરોના પોઝિટિવ
આતંકી ઘટનાઓમાં ઘટાડો
કલમ 370 હટ્યા બાદથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ અને પથ્થરબાજીની ઘટનાઓમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ખીણમાં 2019માં 157 આતંકીઓ માર્યા ગયા હતા. જ્યારે 2020માં આ સંખ્યા વધીને 221 થઈ. એ જ રીતે 2019માં આતંકી ઘટનાઓના 594 કેસ હતા. જે 2020માં ઘટીને 244 થયા. 2020માં પથ્થરબાજીની 327 ઘટનાઓ રેકોર્ડ થઈ જ્યારે 2019માં આ ઘટનાઓ 2009ની આસપાસ હતી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube