શ્રીનગર, કપિલ પવાર: ઉત્તરાખંડમાં સતત પડી રહેલો વરસાદ લોકો માટે મુસીબત બનતો જાય છે. ગુરુવારથી જ ગઢવાલના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રુદ્રપ્રયાગ અને ટિહરી વિસ્તારમાં હાલાત સતત વણસી રહ્યાં છે. સતત પડી રહેલા વરસાદના કારણે નદી નાળા ઉફાન પર છે. અલકનંદાનું જળ સ્તર પણ ખુબ વધી ગયુ છે. શ્રીનગર ગઢવાલમાં ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે 58 પર ફરાસુ પાસે ભૂસ્ખલન બાદ એક યુવક બાઈક સાથે જ અલકનંદામાં ડૂબી ગયો અને લોકો તેનો વીડિયો બનાવવામાં મશગૂલ રહ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ વીડિયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...