SSC CGL Tier 1 Result: ભરતી માટેની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ
SSC CGL Tier 1 Result 2022-23: એસએસસી સીજીએલ ટિયર-1 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે મહત્વની સૂચના છે. વાત જાણે એમ છે કે એસએસસી (Staff Selection Commission) સીજીએલ પરીક્ષાના માધ્યમથી લગભગ 20 હજાર પદો માટે ભરતી કરી રહ્યું છે. આ માટે ટિયર 1 પરીક્ષાનું રિઝલ્ટ પણ જાહેર કરી દેવાયું છે.
SSC CGL Tier 1 Result 2022-23: એસએસસી સીજીએલ ટિયર-1 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે મહત્વની સૂચના છે. વાત જાણે એમ છે કે એસએસસી (Staff Selection Commission) સીજીએલ પરીક્ષાના માધ્યમથી લગભગ 20 હજાર પદો માટે ભરતી કરી રહ્યું છે. આ માટે ટિયર 1 પરીક્ષાનું રિઝલ્ટ પણ જાહેર કરી દેવાયું છે. પરીક્ષામાં સામેલ ઉમેદવાર પોતાનું પરિણામ અધિકૃત વેબસાઈટ ssc.nic.in ના માધ્યમથી ચેક કરી શકે છે.
અત્રે જણાવવાનું કે એસએસસી સીજીએલ ટિયર 1 પરીક્ષાનું આયોજન 1 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર 2022 સુધીમાં દેશભરના વિભિન્ન કેન્દ્રો પર કરાયું હતું. ત્યારબાદ 17 ડિસેમ્બરે પ્રારંભિક આન્સર કી જાહેર કરવામાં આવી હતી. તેના વિરુદ્ધ 20 ડિસેમ્બર સુધીમાં ઉમેદવાર પોતાની આપત્તિ નોંધાવી શકે તેમ હતા. આપત્તિઓની પતાવટ બાદ એસએસસી સીજીએલ ટિયર 1નું પરિણામ જાહેર કરાયું છે. સફળ થનારા ઉમેદવાર હવે સંયુક્ત સ્નાતક સ્તરની પરીક્ષા 2022ની ટિયર ll પરીક્ષામાં સામેલ થશે. આ પરીક્ષા 2 માર્ચથી 7 માર્ચ 2023 સુધીમાં આયોજિત કરાશે.
ભારત બનશે સુપરપાવર!, J&K માંથી મળ્યો જબરદસ્ત ખજાનો, દુનિયાની આંખો થઈ પહોળી
હવે 10 દેશોમાં NRI નંબરથી થઈ શકશે UPI પેમેન્ટ, જાણો વિગતો
PM મોદીને MAની પરીક્ષામાં કેટલા મળ્યા હતા માર્ક્સ, ક્લિક કરીને ખાસ જાણો
SSC CGL Tier 1 Result: આ રીતે ચેક કરો તમારું પરિણામ
- સૌથી પહેલા એસએસસીની અધિકૃત વેબસાઈટ ssc.nic.in પર જાઓ.
- અહીં હોમપેજ પર લેટેસ્ટ ન્યૂઝમાં જાઓ અને Combined Graduate Level Examination (Tier-I), 2022 – Declaration of Result of Tier-I for short-listing candidates to appear in Tier-II Examination લિંક પર ક્લિક કરો.
- સ્ક્રીન પર તમને પરિણામ જોવા મળશે.
- આ પરિણામને ડાઉનલોડ કરી લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube