નવી દિલ્હી: એસસી-એસટી એક્ટ મામલે કેન્દ્ર સરકારે પુર્નવિચાર અરજી દાખલ કરી હતી જેનો સ્વીકાર કરતા સુપ્રીમ કોર્ટે આજે પોતાનો જ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. હકીકતમાં 20 માર્ચ 2018માં પોતાના ચુકાદામાં કોર્ટે આગોતરા જામીનની જોગવાઈ કરી હતી અને ધરપકડ માટે દિશા નિર્દેશ બહાર પાડ્યાં હતાં. જેને ધરપકડની જોગવાઈને નબળી કરી હોવાનું ગણવામાં આવતું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. 3 જજોની બેન્ચે ગત વર્ષે આપેલા ચુકાદાને બે જજોની બેન્ચે રદ કર્યો. જો કે બે જજોના ચુકાદા બાદ ચુકાદો પલટવા માટે કેન્દ્ર સરકાર આ કાયદામાં સંશોધન કરીને તેને ફરીથી ખુબ કડક કરી ચૂકી છે. જેમાં તરત ધરપકડ થશે અને ઓગાતરા જામીનની જોગવાઈને ખતમ કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલમ 370: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે આપ્યો 4 અઠવાડિયાનો સમય 


સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે ચુકાદો પલટી નાખતા કહ્યું કે સમાનતા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સંઘર્ષ દેશમાં હજુ ખતમ થયો નથી. એસસી-એસટી સમુદાયના લોકોએ હજુ પણ છૂત અછૂત દુર્વ્યવહાર અને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે. 


શું હતો ચુકાદો
ગત વર્ષે આવેલા આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે એસસી/એસટી એક્ટમાં તરત ધરપકડની વ્યવસ્થાના  પગલે અનેકવાર નિર્દોષ લોકોએ જેલમાં જવું પડે છે. કોર્ટે તરત ધરપકડ પર રોક લગાવી હતી. જેના વિરુદ્ધ સરકારે પુર્નવિચાર અરજી દાખલ કરી હતી. આ અરજી પર આજે ચુકાદો આવ્યો છે. ગત વર્ષે 20 માર્ચના રોજ સુપ્રીમે પોતાના ચુકાદામાં સરકારી કર્મચારીઓ અને સામાન્ય લોકો વિરુદ્ધ SC/ST કાયદાનો દુરઉપયોગ જોતા તેમાં ધરપકડની જોગવાઈઓને હળવી બનાવી હતી. કોર્ટે પ્રાથમિક તપાસ બાદ જ અપરાધિક કેસ દાખલ કરવાની અને સરકારી કર્મચારીઓના મામલે ધરપકડ પહેલા સંબંધિત અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી લેવી પણ જરૂરી બનાવી હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...