જમ્મુઃ વર્ષ 2022ની શરૂઆતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના થઈ છે. નવા વર્ષ પર માતા વૈષ્ણો દેવીના મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. આ સિવાય 15 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. તમામની કટરા અને કકરાયલ નારાયણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ માતા વૈષ્ણો દેવીની યાત્રા હાલ પુરતી રોકી દેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બચાવ કાર્ય ચાલુ , સતત વધી રહ્યો છે મૃત્યુંઆંક
જણાવી દઈએ કે માતા વૈષ્ણોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન નાસભાગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સૌથી પહેલા 7 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. આ પછી ધીરે ધીરે આ આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. બચાવ કાર્ય ચાલુ છે. હજુ સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલા અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીર એલજી ઓફિસના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં, 'ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી. તેમને ઘટના વિશે જાણ કરી. આજની નાસભાગની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ સમિતિનું નેતૃત્વ મુખ્ય સચિવ (ગૃહ) કરશે, જેમાં ADGP, જમ્મુ અને ડિવિઝનલ કમિશનર, જમ્મુ સભ્યો હશે.


New Year 2022: નવા વર્ષે મોટી ભેટ! 100 રૂપિયા સસ્તો થયો LPG સિલિન્ડર


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube