નવી દિલ્હીઃ ભીમા કોરેગાંવના આરોપી સ્ટેન સ્વામીનું મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં નિધન થયુ છે. સ્ટેન સ્વામી અનેક બીમારીઓથી પીડિત હતા, અને પાછલા વર્ષે કોરોનાથી પણ સંક્રમિત થયા હતા. સ્ટેન સ્વામીની જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી. બોમ્બે હાઈકોર્ટમાં સ્ટેન સ્વામીના નિધનની સૂચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) એ કાલે 84 વર્ષીય ફાધર સ્ટેન સ્વામીની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિના સંબંધમાં મળેલી એક ફરિયાદને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારી હતી. 


રાજ્યના મુખ્ય સચિવના માધ્યમથી મોકલેલી નોટિસમાં એનએચઆરસીએ તેમને તે નક્કી કરવાનું કહ્યુ હતુ કે સ્વામીને જીવન સક્ષક સિસ્ટમ હેઠળ યોગ્ય સ્વાસ્થ્ય દેખરેખ અને સારવાર પ્રદાન કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવે. 


1 જાન્યુઆરી 2018ના દલિત સમુદાયના લોકોનો એક કાર્યક્રમ થયો હતો. એલ્ગાર પરિષદે આ સંમેલનનું આયોજન કર્યુ હતું અને આ દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. ભીડ તરફથી તમામ વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. હિંસામાં એક વ્યક્તિનું મોત અને ઘણાને ઈજા પહોંચી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube