ફરીદાબાદ: હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારી હત્યા
પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરી દરરોજની જેમ જીમ જઇ રહ્યાં હતા, જ્યારે તેઓ જિમ પહોંચી કારમાંથી બહાર નીકળી રહ્યાં હતા, તે સમયે જ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
વિનોદ મિત્તલ, ફરીદાબાદ: હરિયાણામાં દરરોજ ગુનાહિત ઘટનાઓ વધી રહી છે. તાજેતરની ઘટના ફરીદાબાદ છે. જ્યાં ગુરૂવારે (27 જૂન) હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
વધુમાં વાંચો:- ભારતે પાકિસ્તાનને ગણાવી આતંકની ઇન્ડસ્ટ્રી, US કહ્યું- આતંકવાદ ફેલાવવાનું બંધ કરો
જણાવવામાં આવી રહ્યું છે કે, સવારે જ્યારે પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરી દરરોજની જેમ જીમ જઇ રહ્યાં હતા, જ્યારે તેઓ જિમ પહોંચી કારમાંથી બહાર નીકળી રહ્યાં હતા, તે સમયે જ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, વિકાસ પર લગભગ 12થી 15 ગોળી ફાયરિંગ કરવામાં આવી છે. ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.
વધુમાં વાંચો:- જી-20 શિખર સમિટ: જાપાનના પીએમ અને ડોનાલ્ડ ટ્રમ્પને મળશે PM મોદી
ઘટના બાદ તેમને તાત્કાલીક સર્વોદય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને સ્થળ પરથી 12 ગોળી મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હવે આરોપીઓને પકડવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. સીસીટીવી ફૂટેજમાં બે હુમલાખોર દેખાઇ રહ્યાં છે. જે ગાડીમાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે હુમલાખોરની શોધ માટે ટીમ બનાવી છે.
વધુમાં વાંચો:- J&Kમાં અમિત શાહનો બીજો દિવસ, શહીદ SHO અરશદના પરિવારની કરી શકે છે મુલાકાત
તમને જણાવી દઇએ કે વિકાસ ચૌધરી કોંગ્રેસથી પહેલા ઈનેલોમાં હતા. ફરીદાબાદ વિધાનસભા વિસ્તારથી ઈનેલો સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાએ ટિકિટ ન આપી તો ઈનેલો છોડી કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. વિકાસ ચૌધરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડોક્ટર અશોક તનવાર જૂથમાં હતા.
જુઓ Live TV:-