સંસદમાં અપશબ્દ કહ્યાં બાદ પ્રથમવાર સામે આવ્યા રમેશ બિધૂડી, કહ્યું- No Comments
ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ ગુરૂવારે લોકસભામાં ચંદ્રયાન-3 પર ચર્ચા કરતા બહુજન સમાજવાદી પાર્ટીના સાંસદ દાનિશ અલી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણીઓને સંસદીય રેકોર્ડમાંથી હટાવી લેવામાં આવી છે. વિપક્ષે ભાજપ સાંસદ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
નવી દિલ્હીઃ ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ રવિવારે લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના સાંસદ કુંવર દાનિશ અલી વિરુદ્ધ બોલતા કથિત રીતે અભદ્ર ભાષાના ઉપયોગ પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે અધ્યક્ષ આ ઘટનાની તપાસ કરી રહ્યાં છે. સમાચાર એજન્સી ANI પ્રમાણે, જ્યારે બિધૂડીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે નો-કોમેન્ટ્સ કહ્યું અને આગળ કહ્યુ કે સ્પીકર (ઓમ બિરલા) તેના પર ધ્યાન આપી રહ્યાં છે, હું તેના પર કોઈ ટિપ્પણી કરવા ઈચ્છતો નથી.
લોકસભા અધ્યક્ષે આપી ચેતવણી
રમેશ બિધૂડીએ ગુરૂવારે ચંદ્રયાન-3 મિશન પર ચર્ચા દરમિયાન લોકસભામાં બસપા નેતા કુંવર દાનિશ અલી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણીઓને સંસદીય રેકોર્ડમાંથી હટાવી લેવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શુક્રવારે બિધૂડીને આ પ્રકારનો વ્યવહાર બીજીવાર કરવા પર કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી.
ભાજપે ફટકારી કારણ દર્શાવો નોટિસ
તે દિવસે ભાજપે સાંસદને કારણ દર્શાવો નોટિસ ફટકારી હતી. જેમાં કહેવામાં આવ્યું કે અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા માટે તેમની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કેમ ન કરવામાં આવે. પરંતુ પાર્ટીએ વિપક્ષી નેતાઓ પર પણ પલટવાર કરતા આરોપ લગાવ્યો કે તે પ્રધાનમંત્રી મોદી અને તેમના માતા-પિતા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ટ્રેનની ફક્ત 1 ટિકિટ પર 56 દિવસ સુધી કરી શકો છો મુસાફરી, આ રીતે લઇ શકો છો લાભ
દાનિશે કહ્યુ- કાર્યવાહી નહીં થાય તો સભ્યપદ છોડી દઈશ
આ વચ્ચે બસપા સાંસદ દાનિશ અલીએ કહ્યુ કે જો રમેશ બિધૂડી પર કાર્યવાહી ન થઈ તો હું મારી લોકસભાનું સભ્યપદ છોડવા પર વિચાર કરીશ. તેમણે કહ્યું- જ્યારે મારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિની આ સ્થિતિ છે તો સામાન્ય માણસની શું સ્થિતિ હશે? મને આશા છે કે ન્યાય મળશે અને અધ્યક્ષ તપાસ કરાવશે.
વિપક્ષે કરી કાર્યવાહીની માંગ
ગૃહમાં બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીને લઈને વિપક્ષી દળોએ શનિવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પર ભાજપ સાંસદ રમેશ બિધૂડી વિરુદ્ધ સસ્પેન્ડ કરવા સહિત કાર્યવાહી કરવા માટે દબાવ બનાવ્યો છે. લોકસભામાં કોંગ્રેસના મુખ્ય સચેતક કે સુરેશ સહિત ઘણા નેતાઓએ બિરલાને પત્ર લખી સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને મામલાને વિશેષાધિકાર સમિતિની પાસે મોકલવાની માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube