જયપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ મનમોહન વૈદ્યએ કહ્યું કે, ભારતના મુસલમાન ભારતીય છે, તેમને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય મુસલમાનોને સમજવાની જરૂર છે કે આપણા વંશજો એક જ છે, આપણી સંસ્કૃતિ, ધરોહર, વારસો એક જ છે. તેમણે કહ્યું કે, જે દિવસે તેમને તે સમજવામાં આવી ગયું તેઓ આપણી તરફ આવી શકે છે. વૈદ્યે આ વાત જયપુરમાં શુક્રવારે આયોજીત એક કોન્કલેવ દરમિયાન કહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદનાં કારણે બેહાલ થયું સમગ્ર મહારાષ્ટ્ર, નવી મુંબઇમાં ચાર વિદ્યાર્થીનીઓ તણાઇ
મનમોહન વૈદ્ય માલવીય નગરનાં પાથેય કણ સંસ્થા સભાગૃહમાં ત્રણ દિવસીય સોશિયલ મીડિયા કોન્કલેવ દરમિયાન હાજર રહ્યા હતા. આ દરમિયાન કોન્કલેવનાં ઉદ્ધાટન સત્રમાં ભારતનો વિચાર વિષય પર સંઘનાં સહ સરકાર્યવાહ મનમોહન વૈદ્ય, ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને આઇએએસ સંજય દીક્ષિતે પણ પોતાનાં વિચારો રજુ કર્યા હતા. 


દિલ્હી: ભાજપના સાંસદો માટે સંસદના લાઈબ્રેરી ભવનમાં ટ્રેનિંગ પ્રોગ્રામ 'અભ્યાસ વર્ગ'નું આયોજન 
J&K: મોટો ફિદાયીન હુમલો કરવાની ફિરાકમાં PAK આતંકીઓ, સેના પર કરી શકે BAT હુમલો
આ દરમિયાન મનમોહન સવૈદ્યે કહ્યું કે, ભારતનો વિચાર આદ્યાત્મીક છે. આ સર્વ સમાવેશી માનવતાનો વિચાર છે. ભારતનો વિચાર ક્યારે પણ સાંપ્રદાયીક હોઇ શકે નહી. ભારતમાં કેટલાક લોકોએ ટોલરેંસ અસહિષ્ણુ શબ્દ ઉત્પન્ન કરી દીધો છે, આ શબ્દ આપણો ક્યારે પણ નથી. તેમણે કહ્યું કે, ભારતની પરિકલ્પના વિવિધતામાં એકતાની છે. અહીં એક સામાન્ય હિંદૂનાં ઘરમાં અનેક દેવી-દેવતાઓનાં ચિચ્ર મળી જશે.  તેમણે કહ્યું કે, ધર્મ સમાજનું સોશિયલ કેપિટલ વધારવા માટેનો માર્ગ છે. સમાજ માલિક છે અને સરકાર નોકર, એવામાં જો સમાજ રાજ્ય પર આશ્રિત થયું તથા દુર્બળ થઇ જાય છે, પરંતુ હિંદુ સમાજમાં એવું નથી.


છત્તીસગઢ: અથડામણમાં 7 નક્સલીઓનો ખાતમો, AK-47 સહિત અનેક હથિયારો મળી આવ્યાં
વૈદ્યે કહ્યું કે, આજ દેશમાં ભારતને નકારવાની ફેશન ચાલી રહી છે. ભારતની વાત કરનારાઓને સાંપ્રદાયિક કહેવા લાગ્યા છે આપણે તેને બદલવા પડશે. તેમણે કહ્યું કે, ધર્મ ભારતનો મુળ સ્વભાવ છે પરંતુ હાલ ધર્મની વાત કરવી રૂઢિચુસ્ત માનવામાં આવે છે. આ દરમિયાન સભાગારમાં હાજર લોકોએ વૈદ્યે કહ્યું કે, અમે અમારી વાત પોતાની શબ્દાવલીમાં કહેવું જોઇએ. કેટલાક શબ્દો એવા છે જેનું અમને જ્ઞાન નથી આપણે તેની શબ્દ ભુલી ગયા છીએ.


અમરનાથ યાત્રા 14 દિવસ વહેલી પૂરી, 3.43 લાખ ભક્તોએ કર્યા દર્શન, હવે પાછા ફરી રહ્યાં છે શ્રદ્ધાળુઓ
વૈદ્યે કહ્યું કે, ગીત રાષ્ટ્રવાદ અમારો શબ્દ નથી. અમારો શબ્દ રાષ્ટ્રીય છે, સેક્યુલરિઝ્મનું ભારતની કોઇ પણ ભાષામાં અર્થ નથી. પરંતુ  તેને જબરદસ્તી ઢોળવામાં આવી રહ્યું છે. હિંદુત્વની વાત અંગે વૈદ્યે કહ્યું કે, આજકાલ લોકો ધર્મનાં નામ પર દુકાન બિઝનેસ ચલાવી રહ્યા છે. જે કારણે લોકોએ હિંદુત્વને નકારવાનું ચાલુ કરી દીધું છે. જેને આપણે બદલી શકીએ છીએ. તેમણે કહ્યું ક,  સંઘનું કામ સમાજને જોડીને રાષ્ટ્રને બેઠુ કરવાનું છે.