નોઈડા : હળદર આપણા દેશના ઘર-ઘરમાં ખાવાનો એક મહત્વનો ભાગ છે. ફૂડ વેજ હોય કે નોનવેજ, હળદર વગર કોઈ પણ વ્યંજનની રેસિપી અધૂરી છે. પરંતુ માર્કેટમાં મળનારી હળદર ભેળસેળવાળી પણ હોઈ શકે છે. દિલ્હીના ગૌતમ બુદ્ધ નગરના ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી વિભાગે હળદરના સેમ્પલમાં લેડ ક્રોમેટની ભેળસેળ કરી છે. આ ભેળસેળ ગ્રેટર નોઈડાના મસાલાની એક ફેક્ટરીમાં બનતી હળદરના સેમ્પલમાં મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમ બુદ્ધ નગરના ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી વિભાગ ગત વર્ષે નવેમ્બરમાં દિવાળીના સમયે અનેક જગ્યાઓએ સેમ્પલ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા. તપાસમાં માલૂમ પડ્યું કે, ગ્રેટર નોઈડાના મસાલાની એક ફેક્ટરીમાં બનનારી હલદરમાં લેડ ક્રોમેટનું મિક્સીંગ કરવામાં આવ્યું છે. લેડ ક્રોમેટ હકીકતમાં પીળા કે નારંગી રંગનું એક કેમિકલ કમ્પાઉન્ડ હોય છે. હળદરમાં રંગ અને ચમક વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તે હેલ્થ માટે બહુ જ ખતરનાક હોય છે. લાંબા સમય સુધી જો આ કેમિકલ શરીરમાં રહે તો તેનાથી સ્કીન અને દિલની બીમારી થવાની સાથે કેન્સરનો પણ ખતરો રહે છે. 


હળદરના ફાયદા 
હળદર જેવા મસાલામાં ભેળસેળના સમાચાર સાંભળી તેમ પણ ચોંકી ગયા હશો. હકીકતમાં, હળદર મસાલાની સાથે સાથે એક બહુ જ સારી જડી બુટી પણ છે. તેને મસાલાની રાણીના નામથી પણ ઓળખાય છે. ભારતમાં જ નહિ, પરંતુ આખા દુનિયામાં લોકો હળદરનો ઉપયોગ કરે છે. હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી વાયરલ, એન્ટીફંગલ અને એન્ટી ફ્લેમેટરી ગુણ હોય છે.


એટલું જ નહિ, હળદર કેન્સરના સારવારમાં કારગર છે. એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, હળદરમાં મળનાર કરકુમિન કેન્સરના સારવારમાં બહુ જ કારગર છે. હળદર કેન્સરના જીવાણુઓના સંક્રમણને ઓછું કરવામાં મદદ કરે છે. હળદરના મૂળમાં મળી આવતુ કરક્યુમિન ન માત્ર ખાવાને સ્વાદિષ્ટ બનાવે છે, પરંતુ સાથે જ ફરીથી કેન્સર થવાના ખતરાને પણ ઓછું કરે છે.