નવી દિલ્હીઃ જો તમે તમારા આધાર  (Aadhaar) કાર્ડનું પ્લાસ્ટિક લેમિનેશન કરાવ્યું છે, કે તમારી પાસે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ છે તો તમારે એલર્ટ રહેવાની જરૂ છે. ઈન્ડિયન યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ( Indian Unique Identification Authority )એ મંગળવારે જનતાને આગ્રહ કર્યો કે તે, પ્લાસ્ટિકના કે લેમિનેશન વાળા આધારના ચક્કરમાં ન પડે, કારણ તેનું અનઅધિકૃત છાપકામથી ક્યુઆર કોડ કામ કરવો બંધ થઈ શકે છે. આ સાથે  UIDAI  તરફથી કહેવામાં આવ્યું કે, યુઝરની સહમતિ વગર વ્યક્તિગત જાણકારી સાર્વજનિક થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમ આધાર પૂર્ણ રીતે કાયદેસર
ઓથોરિટીનું કહેવું છે કે આધાર પત્ર કે તેનો ફાટેલો ભાગ, સામાન્ય કાગળ પર આધાર કે ઈન્ટરનેટમાંથી કાઢેલી કોપી કે એમ આધાર પૂર્ણ રીતે કાયદેસર છે. UIDAIનું કહેવું છે કે આધાર સ્માર્ટ કાર્ડની બીનજરૂરી  છપાઈથી યુઝરને 50 થી 300 રૂપિયાનો ખર્ચ આવે છે જે બીનજરૂરી છે. ઓથોરિટીએ નિવેદનમાં કહ્યું કે, પ્લાસ્ટિક કે પીવીસી આધાર સ્માર્ટનો સામાન્ય રીતે ક્યુઆર કોડના રૂપમાં ઉપયોગ ન કરી શકાય, કેમ કે બિન અધિકૃત છાપવાને કારણે આ કોડ કામ કરવાનું બંધ કરી દે છે. 


પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ અનાવશ્યક 
આ સાથે આ પ્રક્રિયામાં યુઝરની વ્યક્તિગત જાણકારી તેની મંજુરી વગર જાહેર થઈ શકે છે. યુએડીએઆઈના સીઈઓ અજય ભુષણ પાંડેએ કહ્યું કે, પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ અનાવશ્યક છે અને આ પૈસાની બરબાદી છે. ડાઉનલોડ કરીને સામાન્ય કાગળ પર પ્રકાશિત આધાર કાર્ડ કે એમ આધાર સંપૂર્ણ રીતે કાયદેસર છે. આધાર એજ્ન્સીની તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સંભાવના છે કે તમારી મંજુરી વગર અસામાજીક લોકો સુધી તમારી ખાનગી જાણકારી શેર થઈ જાય. 


પાંડેએ કહ્યું કે, સ્માર્ટ કે પ્લાસ્ટિક આધાર કાર્ડનો કોન્સેપ્ટ નથી. આજ નહીં તેમણે લોકોને ચેતવણી આપતા કહ્યું કે, કોઈપણ અનધિકૃત વ્યક્તિ સાથે આધાર નંબર શેર ન કરવો જોઈએ. યુઆઈડીએઆઈએ આધાર કાર્ડની ડિટેલ આપતી ગેરકાયદે એજન્સીઓને ચેતવણી આપતા કહ્યું કે આધાર કાર્ડની જાણકારી મેળવવી કે તેનું પ્રિન્ટિંગ કરવું તે દંડનીય ગુનો છે. આમ કરવાથી જેલની સજા પણ થઈ શકે છે.