ચંડીગઢ : જમ્મુ અને કાશ્મીરની અશાંતીને શાંત કરવા માટે કેન્દ્ર સરકાર ઘણા સ્તર પર કામ કરી રહી છે. તેના માટે સરકારે રમઝાનના મહિનામાં સેના દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. પથ્થરમારો કરનારા લોકોને સરકાર શાંતિ જાળવી અને મુખ્ય ધારામાં લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ભાજપે એક શંકાસ્પદ સાંસદે વિવાદિત નિવેદન આપીને સરકારનાં પ્રયાસો પર પાણી ફેરવાવાનું કામ કર્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના રાજ્યસભા સાંસદ તથા પુર્વ લેફ્ટિનેંટ જનરલ ડીપી વત્સે કહ્યું કે, ખીણમાં પથ્થરમારો કરનારા લોકોને ગોળી મારી દેવી જોઇએ. પુણેના સશસ્ત્ર દળ મેડિકલ કોલેજ (એએફએમસી)ના પૂર્વ કમાન્ડેંટે કહ્યું કે, પાકિસ્તાને ભારતની સાથે છદ્મ યુદ્ધ ચાલુ કરી દીધું છે અને જમ્મુ અને કાશ્મીરમાં દરરોજ આપણા સુરક્ષા દળ પર હૂમલો કરે છે. 

પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા લોકોની વિરુદ્ધ કેસ પાછો ખેંચવાનાં જમ્મુ અને કાશ્મીર સરકારનાં નિર્ણય અંગે પુછવામાં આવતા વત્સે કહ્યું કે, મારુ મંતવ્ય છે કે ગોળી મારી દેવી જોઇએ.  સેવાનિવૃત લેફ્ટિનેંટ જનરલ વત્સે ભિવાનીમાં રવિવારે એક કાર્યક્રમમાં પત્રકારોને કહ્યું કે, ભારતની સાથે યુદ્ધમાં ઘણી વખત હારી ચુક્યું હોવા છતા પણ પત્રકારોના પરાજય છતા પણ પાકિસ્તાન કંઇ શિખ્યું નથી અને છદ્મ યુદ્ધ કરી રહ્યા છે.