અનંતનાગ : જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીનાં કાફલા પર સોમવારે તેમના ગૃહક્ષેત્રમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અનંતનાગનાં બિજબેહડા વિસ્તારમાં મહેબુબાના કાફલા પર પથ્થરમારો થયો. આ પથ્થરમારામાં મહેબુબા મુફ્તીને કોઇ નુકસાન થયું નથી, પરંતુ તેમના કાફલાનું એક વાહન ક્ષતિગ્રસ્ત થઇ ગયું. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને પથ્થરમારો કરનારા લોકોનું સર્ચન ઓપરેશન ચાલુ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચની કડક કાર્યવાહી આઝમ ખાન અને મેનકા ગાંધી પર પણ પ્રતિબંધ લગાવ્યો

મળતી માહિતી અનુસાર મહેબુબા સોમવારે કેટલાક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનંતનાગના બિજબેહડા જઇ રહ્યા હતા. સોમવારે સવારે તેઓ અનંતનાગ ખાતે કરીમ શ્રાઇન પર માથુ ટેકવવા માટે પહોંચ્યા હતા અનેત ્યાર બાદ તેઓ બિજબેહડામાં આયોજીત કાર્યકર્તા સમ્મેલનમાં જવા માટે કાફલા સાથે રવાના થયા હતા. આ તરફ સિરહમા નજીક મહેબુબા મુફ્તીનાં કાફલા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો અને પછી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. 
વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન


મહેબુબા મુફ્તીનું ગૃહક્ષેત્ર છે બિજબેહડા
અનંતનાગનું બિજબેહડા વિસ્તાર મહેબુબાનું ગૃહક્ષેત્ર છે. મહેબુબા મુફ્તી આ વખતે અનંતનાગની સીટથી પણ લોકસભા ચૂંટણી ઉમેદવાર છે. મહેબુબા મુફ્તી અગાઉ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. અનંતનાગની સીટને કાશ્મીરની અતિસંવેદનશીલ લોકસભા સીટ માનવામાં આવી છે. ચૂંટણી પંચે સુરક્ષાને ધ્યાને રાખી અહીં ત્રણ તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.