શ્રીનગર: આતંકવાદી રિયાઝ નાયકુની મોત બાદ અવંતિપુરામાં સુરક્ષાદળો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અવંતિપુરામાં ટોળાએ સુરક્ષા દળોને ઘેરી લીધા હતા અને પથ્થરમારો કર્યો હતો. આ તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ભીડ કેવી રીતે પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે. સુરક્ષા દળોની ગાડી ઉપર ચઢીને કેટલાંક લોકો તોડફોડ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પાકિસ્તાનના 'પોસ્ટર બોય' રિયાઝ નાયકુનો THE END, 10 પોઈન્ટમાં જાણો ઈન્સાઈડ સ્ટોરી


સેનાએ લીધો હંદવાડાનો બદલો
3 મેના રોજ ​​હંદાવાડામાં આતંકવાદીઓ દ્વારા આપવામાં આવેલા ઘાવનો હિસાબ સૈન્યએ આજે પૂરો કર્યો છે. માત્ર 3 દિવસમાં શહાદતનો બદલો લીધો. ભારતીય સૈનિકોએ આજે ​​હિઝબુલના ટોચના કમાન્ડર રિયાઝ નાયકુને ઠાર માર્યો છે. હંદવાડામાં સેનાના 4 અને જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો હતો. તે જ દિવસથી ખીણમાં સૈન્ય સતત કાર્યવાહી કરી રહ્યું હતું. સતત બે દિવસના ઓપરેશન બાદ બે એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:- Zee Newsના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો: અહીં બની રહ્યા બીમારી ફેલાવતા માસ્ક


ફક્ત 48 કલાકમાં દેશના આ 8 બહાદુર સૈનિકોની શહાદતનો બદલો પૂર્ણ થયો. સુરક્ષા દળોએ પાકિસ્તાનના પોસ્ટર બોય રિયાઝ નાયકુનું એન્કાઉન્ટર તે જ ગામમાં કર્યું, જ્યાં તેનો જન્મ થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube