વરરાજાનાં મિત્રોની મજાકથી ભડકી ઉઠી દુલ્હન, ગુસ્સામાં લાલઘૂમ થઈને એવું કર્યુંકે, Video થયો Viral
નવી દિલ્લીઃ ભારતમાં લગ્નને હિન્દુ સંસ્કૃતિનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. મોટાભાગે લગ્નપ્રસંગે એવી ઘણી વસ્તુ કે ઘટનાઓ બને છે જેને આજીવન નથી ભૂલી શકાતી. ક્યારેક કોઈ વસ્તુને લઈ બબાલ મચી જાય છે. તો છેલ્લી ઘડીએ કોઈ વસ્તુ યાદ આવી જતા દોડાદોડ મચી જાય છે. કેટલાક કિસ્સા તો લગ્નમાં ફેરા ફરતા સમયે કે પછી ગળામાં વરમાળા પહેરાવતા સમયે જ બની જાય છે. હિન્દુવિધિ પ્રમાણે થતા લગ્નમાં સૌથી વધારે મજા દુલ્હા-દુલ્હન એકબીજાને વરમાળા પહેરાવે ત્યારે આવે છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજાને વરમાળા પહેરાવવા આવેલી દુલ્હન ખૂબ જ ગુસ્સામાં હોય તેવુ લાગી રહ્યું છે.
દુલ્હનનાં ચહરા પરથી જ ખબર પડી જાય છે કે તે, ગુસ્સામાં લાલ પીળી થઈ રહી છે. ગુસ્સેલ અંદાજમાં જ તે વરરાજા (પોતાના દુલ્હા)ને વરમાળા પહેરાવે છે. વાત માત્ર અહીંયા જ પૂરી નથી થતી. વરરાજાની પાસે ઉભેલા મિત્રોને પણ દુલ્હન આમ જ આગ ભભૂકતી નજરે જોવે છે. આ દરમિયાન અચાનક વરરાજાનાં મિત્રો ‘હેપ્પી બર્થ ડે’નું ગીત ગાય છે.
ચોખ્ખી વાત છે, વરરાજાનાં મિત્રોએ કરેલી મજાક દુલ્હનને બિલકુલ પણ પસંદ નથી આવી. એટલા માટે તે આટલી બધી ગુસ્સામાં છે. વાત માત્ર અહીં જ પૂરી નથી થતી. જ્યારે દુલ્હનનો ચહેરો ગુસ્સાથી ભભૂકી રહ્યો હતો ત્યારે બેકગ્રાઉન્ડમાં ‘તુમ જબ એસે શરમાતી હો’ ગીત ચાલુ થઈ જાય છે. જેને સાંભળતાની સાથે સોશિયલ મીડિયા પર લોકો હસી હસીને લોટ-પોટ થઈ રહ્યા છે. કેટલાક લોકોએ કમેન્ટ સેશન્સમાં લખ્યુ કે ભાભીજી ગુસ્સામાં છે. ઘણાં લોકોએ આ વીડિયોને જોઈને લખ્યું કે, આ દુલ્હન શર્માતી નહીં પરંતુ ગુસ્સામાં સારી લાગે છે.
Sex Scandal માં ફસાયા હતા આ 5 ક્રિકેટર્સ, અમુક ખેલાડી તો હજુ IPL માં રમે છે, નામ સાંભળશો તો તમને વિશ્વાસ નહીં થાય