સરાયકેલા-ખરસાવાંના આદિત્યપુરની રહેનારી એક મેડિકલની છાત્રાએ શુક્રવારે કેરલના કોચ્ચીની એક હોટલમાં પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. મમતાની ઓળખ મમતા રાય (27 વર્ષ)ના રૂપમાં થઈ છે. હોટલના રૂમમાંથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી છે. પોલીસે મમતાનું અસામાન્ય મોતનો કેસ દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 મમતા દિલ્હી સ્થિત એઈમ્સમાંથી ડર્મેટોલોજી (ચામડીનો રોગ)માં પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહી હતી. તે એકેડમિક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કોચ્ચી ગઈ હતી. કોચ્ચી પોલીસના સબ ઈન્સપેક્ટર જોસેફ સાજને જણાવ્યું કે, મમતાને સ્થાનિક હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવી હતી. હોટલના રૂમમાંથી એક સ્યૂસાઈડ નોટ અને ડિપ્રેશનની દવા પણ મળી છે. તે દિલ્હીથી 18 જાન્યુઆરીએ કોચ્ચી આવી હતી. તેનો રૂમ 17 થી 22 જાન્યુઆરી સુધી બુક હતો. પોલીસે જણાવ્યા મુજબ ઘટના સમયે મમતાની રૂમ પાર્ટનર બહાર ગઈ હતી. તે જ્યારે પરત ફરી તો મમતાને પંખા સાથે લટકેલી જોઈને શોર મચાવ્યો હતો. ત્યારબાદ મમતાના મૃતદેહને પંખામાંથી ઉતારબામાં આવ્યો હતો. 


 


હોટલ નોટમાંથી સ્યૂસાઈડ નોટ કબજે 


મમતાના રૂમમાંથી સ્યૂસાઈડ નોટ મળી છે. તેમાં લખ્યું છે કે હું ડિપ્રેશનની દર્દી છું. હું લડતા લડતા થાકી ગઈ છું. હું જીવન ટૂંકાવી રહી છું. સોરી પાપા. મમતાના પિતાના જણાવ્યા અનુસાર, કોચ્ચીથી તેની રૂમ પાર્ટનરે સવારે 9.30 કલાકે ફોન કરીને જણાવ્યું કે, મમતાની તબિયત ઠીક નથી અને તેને હોસ્પિટલ લઈને જઈ રહ્યાં છીએ. થોડીવાર બાદ ફોન આવ્યો કે મમતાનું મોત થઈ ગયું છે. તમે લોકો જલ્દી આવો. ત્યારબાદ મમતાનો ભાઈ અને અન્ય નજીકના લોકો રાંચીથી થઈને રાત્રે 10 વાગ્યે કોચ્ચી પહોંચ્યા. સરાયકેલા-ખરસાવાંમાં જ્યારે પરિવારજનોને મમતાની આત્મહત્યાના સમાચાર મળ્યા ત્યારે માતા-પિતાની સ્થિતિ ખરાબ હતી. હાલમાં આપપાસના લોકો આદિત્યપુર સ્થિત મૃતક ડોક્ટરના ઘરે ભેગા થયા છે.  


 
ભાયે લગાવ્યો હત્યાનો આરોપ 
મમતાના ભાઈએ કહ્યું કે હત્યા કરવામાં આવી છે. કોચ્ચી પહોંચેલા મમતાના ભાઈ અમિતે પોલીસને કહ્યું કે મારી બહેનની હત્યા થઈ છે. તે દરેક ક્ષેત્રમાં ટોપર હતી. તેનાથી તેની સાથે ભણનારાને સમસ્યા હતી. તે લોકોએ જ મારી બહેનને મારી છે. તેના શરીર પર ઈજાના નિશાન છે. સબ ઈન્સપેક્ટર જોસેફ સાજનનું કહેવું છે કે, સ્યૂસાઈડ નોટમાં બધુ સત્ય છે. પરંતુ જો કોઈ હત્યાનો આરોપ લગાવી રહ્યું છે તો તેની તપાસ કરવામાં આવશે.