આઘાત (Stroke) કોઈ માટે કેટલો ઘાતક હોઈ શકે છે તે અંગે એક્સપર્ટે પોતાના એક રિપોર્ટમાં ચોંકાવી દે તેવી ડિટેલ્સ આપી છે. રિપોર્ટમાં જણાવવમાં આવ્યું  છે કે ભારતમાં મૃત્યુનું સૌથી મોટુ બીજુ કારણ આઘાત જણાવવામાં આવ્યું છે. ભારતમાં આઘાતથી દર 4 મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂરોલોજિસ્ટ એમ વી પદ્મ શ્રીવાસ્તવે કહ્યું કે જ્યારે માથીમાં કોઈ Blood Vessel ફાટી જાય છે ત્યારે તેનાથી બ્લડ વહેવા લાગે છે અથવા મગજને બ્લડ ઓછુ પ્રાપ્ત થવાથી મગજ સુધી બ્લડ પહોંચતું નથી. જેથી સ્ટ્રોકની બિમારી થાય છે. 


કોરોના બાદ H3N2 વાયરસનો કહેર; બે દર્દીના મોત, જાણો એક્સપર્ટ્સ પાસેથી કોને છે ખતરો


PM મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ સામે ઉઠાવ્યો આ મુદ્દો, કહ્યું- 'અમારા મનને વ્યથિત કરે છે


કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચે શું અંતર? જાણો બંનેમાંથી કોણ વધુ જોખમી


ભારતમાં મૃત્યુનું બીજુ સૌથી મોટુ કારણ Stroke
ન્યૂરોલોજિસ્ટ એમ વી પદ્મા શ્રીવાસ્તવે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સર ગંગારામ હોસ્પિટલમાં આયોજિત એક વ્યાખ્યાનમાં કહ્યું કે ભારતમાં મોતનું બીજું સૌથી મોટું કારણ આઘાત કે સ્ટ્રોક છે. ભારતમાં દર વર્ષે આઘાતના લગભગ 1,85,000 કેસ સામે આવે છે. દર 40 સેકન્ડે આઘાતનો લગભગ એક કેસ સામે આવે છે. આઘાતની બિમારી દર 4 મિનિટે એક વ્યક્તિનો જીવ લે છે. 


તેમણે કહ્યું કે આ આંકડા ભારત માટે ચિંતાજનક છે. તેમણે કહ્યું કે આ ચિંતાજનક આંકડા છતાં અનેક ભારતીય હોસ્પિટલોમાં સ્ટ્રોકના દર્દીઓનો જલદી અને સારી રીતે ઈલાજ કરવા માટે પુરતી સુવિદ્યાઓ હોતી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube