શિવમ ગુપ્તા, નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 રહી. અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં આ ભૂકંપનું કેન્દ્ર હતું. જમ્મુ અને કાશ્મીર તથા પંજાબમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂકંપના જોરદાર આંચકા
સવારે 9.45 વાગે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકાનો લોકોએ અનુભવ કર્યો. ઝટકા એટલા જોરદાર હતા કે લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા. ભૂકંપના આંચકા સમયે સિલિંગ ફેન અને ઘરમાં રાખેલો સામાન હલતો જોવા મળ્યો હતો. 


જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના ખબર આવ્યા નથી. પ્રશાસને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. 


કેપ્ટન અમરિન્દર સિંહની પાકિસ્તાની મિત્ર અરુશા આલમનો મોટો ખુલાસો, એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કરી આ વાત


રિક્ટર સ્કેલ        આંચકાની અસર
0 થી 1.9          ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે. 
2 થી 2.9          હળવા કંપન
3 થી 3.9          કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9           બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે. 
5 થી 5.9          ફર્નીચર હલે છે. 
6થી 6.9           ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે. 
7થી 7.9           ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9          ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે. 
9 કે તેથી વધુ    સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube