નવી દિલ્હીઃ Neha Ko Saree me Dekhna Tha: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ થોડો હળવો જરૂર થયો છે, પરંતુ સમાપ્ત થયો નથી. સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષા રદ્દ  (CBSE Class 12th Board Exam Cancelled)  કરાવાની માંગ થઈ રહી હતી અને પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે કોરોના સંકટને જોતા પરીક્ષા રદ્દ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. કોરોના વાયરસને કારણે પરીક્ષા રદ્દ કરવાને કારણે લાખો વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તેના પર મંથન ચાલી રહ્યું છે કે વિદ્યાર્થીઓને ક્યા આધારે પ્રમોટ કરવામાં આવશે. 


આ વચ્ચે પીએમ મોદીએ પરીક્ષા રદ્દ કરવા પર ટ્વીટ કર્યુ હતું. તેના પર એક વ્યક્તિએ એવો જવાબ અને વિનંતી કરી, જે ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. કુકી અગ્રવાલ નામનું ટ્વિટર હેન્ડલ ચલાવનાર યુવકે પીએમ મોદીના ટ્વીટનો જવાબ આપતા કહ્યુ કે, સર ફેરવેલ તો કરાવી દો, તે ધોરણ 12th B વાળી નેહાને સાડીમાં જોવા માંગતો હતો  (Sir farewell to kraa do….wo 12th B wali neha ko साड़ी me dekhna tha.) 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube