નવી દિલ્હી: શાળાના સમયમાં લગભગ બધા વિદ્યાર્થીઓ માટે કોઈને કોઈ શિક્ષક ફેવરિટ હોય જ છે. સ્વાભાવિકપણે તેમના ક્લાસમાં રહેવું તેમને ગમતું જ હોય છે. આવામાં જો તે શિક્ષકની ક્યાંક બીજે બદલી થઈ જાય તો? બાળકોને ખરાબ લાગે તે સ્વાભાવિક છથે. પરંતુ પોતાના આ ફેવરિટ ટીચર માટે બાળકો ઉથલપાથલ મચાવી દે અને આંદોલન કરી નાખે તે નોખી વાત છે. આવું જ કઈંક તામિલનાડુની એક સરકારી શાળામાં જોવા મળ્યું. તિરુવલ્લૂરના વેલિયાગરામની શાળામાં અંગ્રેજીના એક શિક્ષકની જેવી બદલી થઈ કે ત્યાંના બાળકોએ આ બદલીના આદેશ સામે આંદોલન કરી નાખ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે આ મામલો ઉત્તર ચેન્નાઈના તિરુવલ્લૂરના વેલિયાગરામની એક સરકારી શાળાનો છે. બુધવારે આ શાળામાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ ગઈ. વિદ્યાર્થીઓને જ્યારે ખબર પડી કે તેમના અંગ્રેજીના શિક્ષક જી ભગવાનની બદલી તે જ વિસ્તારની બીજી શાળામાં થઈ ગઈ તો ત્યારબાદ લગભગ તમામ ધોરણોના આશરે 100થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પોાતના ટીચરને પકડી લીધા. એક પ્રકારે તેમણે ટીચરને બંધક બનાવીને આ આદેશ વિરુદ્ધ આંદોલન છેડી દીધુ.


શાળામાં અંગ્રેજીના બે ટીચર છે. જી ભગવાન ધોરણ 6થી લઈને 10માં સુધી બાળકોને અંગ્રેજી ભણાવે છે. મંગળવારે તેમની બદલી બીજી શાળામાં થઈ ગઈ. તેમની જગ્યાએ બીજા ટીચરે શાળામાં જોઈન કર્યું. બુધવારે જી ભગવાનને શાળામાંથી વિદાય આપવાની હતી પરંતુ તે સમયે જ બાળકોએ આદેશ વિરુદ્ધ આંદોલન કર્યું.


શાળાના પ્રિન્સિપાલ અરવિંદનના જણાવ્યાં મુજબ આંદોલન કરી રહેલા બાળકોએ આ વાતની ખબર માતાપિતાને પણ કરી. થોડીવારમાં તેઓ પણ આંદોલનમાં સામેલ થઈ ગયાં. ત્યારબાદ તો શાળામાં નાટકીય પરિસ્થિતિ જોવા મળી. તેમણે કહ્યું કે ભગવાન અમારી શાળાના બેસ્ટ ટીચર છે. અરવિંદને કહ્યું કે તે દરમિયાન ખુબ ભાવુક સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ત્યારબાદ અમે અમારા સિનિયર સાથે વાત કરીને ટ્રાન્સફરને દસ દિવસ માટે ટાળવાનું કહ્યું. બાળકો અને માતાપિતાને સમજાવ્યાં કે આ એક નિયમિત થનારી પ્રક્રિયા છે. બાળકોના માતાપિતા આ વાત સમજી ગયાં.



વિસ્તારના એમએલએ પણ આ મામલામાં જોડાયા
પ્રિન્સિપાલ અરવિંદનના જણાવ્યાં અનુસાર આ મામલાની જાણકારી વિસ્તારના એમએલએ પી એમ નરસિમ્હનને પણ આપવામાં આવી. વિધાયકને ટ્રાન્સફર રોકવાની માગણી કરાઈ. તેમણે આ મામલામાં બાળકો અને તેમના માતાપિતા સાથે વાત કરી. તેમણે સમજાવ્યું કે ટ્રાન્સફર જરૂરી છે.


કોઈએ ટીચરની ચાવી છૂપાવી તો કોઈ બેગ લઈને ભાગ્યું
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ટીચર જી ભગવાને જણાવ્યું કે ટ્રાન્સફરના દિવસે જ્યારે તેઓ ઓફિસની બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે બાળકોએ  તેમને રોકી લીધા. તેમણે તેમના સ્કૂટરની ચાવી લઈ લીધી. એક વિદ્યાર્થીએ તેમની બેગ છીનવી લીધી. તેઓ તેમને પકડીને રોવા લાગ્યાં. તેઓ ખેંચીને તેમને ક્લાસરૂમમાં લઈ ગયાં. તેમણે કહ્યું કે મેં અહીં માત્ર સેલરી નથી કમાઈ પરંતુ લોકોનો પ્રેમ અને સન્માન પણ મેળવ્યો છે.