નવી દિલ્હી: જવાહર યુનિવર્સિટી (JNU)માં ફી વધારાને લઇને ચાલી રહેલા વિરોધ-પ્રદર્શની કડીમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આજે સંસદ સુધી પગપાળા માર્ચ કરશે. વિદ્યાર્થી સંઘની પ્રસ્તાવિત માર્ચ સવારે 10 વાગે શરૂ થશે. પ્રદર્શનકારીઓએ રોકવા માટે પોલીસે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરી છે, તો બીજી તરફ યૂનિવર્સિટી વહિવટીતંત્રએ વિદ્યાર્થીને ક્લાસમાં પરત ફરવાની અપીલ કરી છે. તમને જણાવી દઇએ કે આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફી વધારાને લઇને કરવામાં આવેલા મોટા પ્રદર્શન બાદ, જવાહર લા નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વહિવટીતંત્ર વિરૂદ્ધ પોતાના પ્રદર્શનને અને વધુ વેગ આપ્યો છે, આ પહેલાં વિદ્યાર્થીઓને એડમિન બ્લોક પરિસરમાં નારા લખી દીધા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમા અને તેની આસપાસ પણ એવું જ કર્યું છે, હજુ પ્રતિમાનું અનાવરણ થયું નથી. 


ભારે ફી વધારો છતાં JNU માં હોસ્ટેલ સૌથી સસ્તી
વધારા છતાં અહી ભાડું અન્ય કેંદ્વીય યુનિવર્સિટીઓની તુલનામાં એકદમ ઓછું છે, જેએનયુની વાત કરીએ તો માત્ર રૂમની વાત કરીએ તો ફી 20 રૂપિયાથી વધારીને 600 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે બે લોકોવાળા રૂમ માટે આ 10 રૂપિયાથી વધારીને 300 રૂપિયા હશે. 


વ્યવસ્થા ફી સહીત અન્ય ફીમાં વધારા બાદ સિંગલ રૂમ માટે હોસ્ટલ ચાર્જ 7,200 રૂપિયા પ્રતિ વર્ષ થઇ ગયો છે. જોકે વ્યવસ્થા ફીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી, અને તે પ્રતિ સેમિસ્ટર 1,100 છે અને વાર્ષિક ચાર્જ 2,200 રૂપિયા છે. આ ઉપરાંત વાસણ તથા સમાચાર માટે ક્રમશ 250 રૂપિયા અને 50 રૂપિયા ચૂકવવા પડશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube