નવી દિલ્હી: અખિલ ભારતીય ટેક્નિકલ શિક્ષણ પરિષદ (AICTE) એ દેશની ટેક્નિકલ સંસ્થાઓને કહ્યું છે કે તેઓ પોતાના સંસ્થાનોમાં ખાલી સીટો માટે જે વિદ્યાર્થીઓ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પોતાનો અભ્યાસ અધવચ્ચે મૂકીને ભારત પાછા ફર્યા છે તેમને પ્રવેશ આપવા પર વિચાર કરે. નોંધનીય છે કે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ એમબીબીએસ તથા એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. જેમણે યુદ્ધના કારણે પાછા ફરવું પડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AICTE એ શિક્ષણ સંસ્થાનોને પત્ર લખ્યો
AICTE એ યુક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખતા ટેક્નિકલ શિક્ષણ સંસ્થાનોને એક પત્ર લખ્યો છે. પત્રમાં AICTE એ કહ્યું કે લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પાછા ફર્યા છે. જ્યાં તેઓ યુક્રેનના વિવિધ વિશ્વવિદ્યાલયોમાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. યુક્રનથી પાછા ફરેલા આ વિદ્યાર્થીઓ ભારે હતાશામાં છે. 


યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓ મજબૂરીમાં કોર્સ અધવચ્ચે છોડીને પાછા ફર્યા છે. હાલ તેમનું ભાવિ અદ્ધર તાલે છે. એમબીબીએસ કરવા ઈચ્છુક વિદ્યાર્થી યુક્રેન જવાનું પસંદ કરે છે. કારણ કે ત્યાં અભ્યાસનો ખર્ચો ઓછો આવે છે. જ્યારે બીજી બાજુ ભારતની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે હરિફાઈ ખુબ છે. 


પ્રવેશ અંગે જાણો નિયમ
રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (એનએમસી) એ વિદેશમાં ચિકિત્સા સ્નાતક (એફએમજી) કરનારાઓ માટે 2021માં જે નિયમ બહાર પાડ્યા તે મુજબ એમબીબીએસ પ્રોગ્રામ વચ્ચે કોઈ વિદેશી યુનિવર્સિટીમાંથી ભારતીય યુનિવર્સિટીમાં સ્થાનનાંતરણની જોગવાઈ નથી, કારણ કે બંને જગ્યાએ પ્રવેશ માટે દિશાનિર્દેશઅને પસંદગના માપદંડો અલગ અલગ છે. 


યુક્રેનમાં એમબીબીએસની ડિગ્રી લેવામાં સરેરાશ છ વર્ષ લાગે છે અને ઈન્ટર્નશીપ માટે 2 વર્ષ વધુ રાખતા કોઈ ઉમેદવારને લાઈસન્સ માટે અરજી ક રવા 10 વર્ષના સમયગાળામાં ફક્ત બે વર્ષ બચે છે. જો કે હાલના સંકટમાં એ કહેવું અઘરું છે કે પ્રભાવિત વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કરવા માટે યુક્રેન પાછા ફરવાની મંજૂરી ક્યારે મળશે. 


આ વિષય સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો. એઆઈસીટીઈએ વિભિન્ન સંસ્થાઓને ભલામણ કરી છે કે તેઓ સંબંધિત વર્ષોમાં ઉપલબ્ધ ખાલી સીટો માટે યુક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓની ઉમેદવારી પર વિચાર કરે જેથી કરીને તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે. 


Bank Fraud Case: CBI ને મળી મોટી સફળતા, નીરવ મોદીના નીકટના માણસને કાહિરાથી પકડી લાવી


India–United States relations: ભારત સાથે 'જોર જબરદસ્તી' નહીં પરંતુ એક સહયોગી તરીકેની ભૂમિકામાં જોવા મળ્યું અમેરિકા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube