લંડન: એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આપણે ઊધરસ ખાઈએ અથવા છીંકીએ ત્યારબાદ હવાના સંપર્કમાં આવનારા એરોસોલ માઈક્રોડ્રોપ્લેટ્સ કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) ફેલાવવા માટે ખાસ જવાબદાર હોતા નથી. જર્નલ 'ફિઝિક્સ ઓફ ફ્લૂઈડ'(Physics of Fluid) માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ બંધ સ્થળમાં સાર્સ-સીઓવી-2નો એરોસોલ પ્રસાર ખાસ પ્રભાવિત હોતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંશોધનકર્તાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ એવા સ્થળે જાય છે કે જ્યાં થોડીવાર પહેલા જ કોઈ એવી વ્યક્તિ હાજર હતી જેને કોરોના વાયરસના હળવા લક્ષણો હતા તો તે વ્યક્તિ સંક્રમણની ઝપેટમાં આવે તેની આશંકા ઓછી હોય છે.


તેમણે કહ્યું કે આ આશંકા જ્યારે તે વ્યક્તિ માત્ર વાત કરી રહ્યો હોય ત્યારે તેનાથી પણ ઓછી હોય છે. અભ્યાસમાં કહેવાયું છે કે "સાર્સ-સીઓવી-2ના પ્રસાર પર અમારા અભ્યાસે દેખાડ્યું કે એરોસોલ પ્રસાર સંભવ છે, પરંતુ તે વધુ પ્રભાવી નથી. ખાસ કરીને લક્ષણો વગરના કે ઓછા લક્ષણોવાળા સંક્રમણના કેસમાં."


રસીને લઈને આ વાત સામે આવી
બીજી બાજુ કોરોના વાયરસ રસીને લઈને લંડનથી એક સારા સમાચાર છે. અહીં એક મોટી હોસ્પિટલને કોરોના રસી રિસિવ કરવાની તૈયારી માટે કહેવાયું છે. જો કે આ બધા વચ્ચે યુકે વેક્સિન ટાસ્ક ફોર્સની અધ્યક્ષ કેટ બિંઘમે રસી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કોવિડ-19ની રસની પહેલી પેઢીના અપૂર્ણ હોવાની શક્યતા છે અને ત બધા પર અસર પણ નહીં કરે.