નવી દિલ્હી: કોરોના રસી (Corona Vaccine) અંગે કરાયેલા એક સ્ટડીમાં એવી વાત સામે આવી છે કે કોવેક્સીનની સરખામણીમાં કોવિશીલ્ડ વધુ એન્ટીબોડી તૈયાર કરે છે. આ રિસર્ચમાં ડોક્ટર અને નર્સોને સામેલ કરાયા હતા અને તેમને કોવિશીલ્ડ તથા કોવેક્સીનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ કરાઈ કે કઈ રસી કેટલી પ્રભાવી રીતે કામ કરે છે. રિસર્ચના પરિણામ મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ ભારત બાયોટેકની કોવેક્સીનની સરખામણીમાં વધુ એન્ટીબોડી તૈયાર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલા હેલ્થ કેર વર્કર્સને કરાયા હતા સામેલ
આ અભ્યાસમાં કુલ 515 સ્વાસ્થ્ય કર્મીઓ (305 પુરુષ, 210 મહિલાઓ) ને સામેલ કરાયા હતા. જેમાંથી 456 ને કોવિશીલ્ડ અને 96 લોકોને કોવેક્સીન અપાઈ હતી. બધું મળીને 79.3 ટકામાં પહેલા ડોઝ બાદ સેરોપોઝિટિવિટી(Seropositivity) જોવા મળી. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે એન્ટી સ્પાઈક એન્ટીબોડીમાં રિસ્પોન્ડર રેટ અને મીડિયન રેટ Covishield લેનારામાં વધુ જોવા મળ્યો. 


બંનેમાં  Immune Response સારો જોવા મળ્યો
Coronavirus Vaccine-induced Antibody Titre નામના આ રિસર્ચમાં એવા હેલ્થ કેર વર્કર્સને સામેલ કરવામાં આવ્યા જેમને રસી અપાયેલી છે પછી ભલે તેમને કોરોના થયો હોય કે નહીં. રિસર્ચ મુજબ કોવિશીલ્ડ અને કોવેક્સીન બંનેએ સારો ઈમ્યુન રિસ્પોરન્સ(Good Immune Response) પ્રમોટ કર્યો. પરંતુ સેરોપોઝિટિવિટી રેટ અને મીડિયન એન્ટી સ્પાઈક એન્ટીબોડી કોવિશીલ્ડમાં વધુ જોવા મળી. એટલે કે કોવેક્સીનની સરખામણીમાં કોવિશીલ્ડ વધુ એન્ટીબોડી બનાવે છે. 


Corona: કોરોના બાદ 16 કલાકના માસૂમને થઈ એવી બીમારી, ડોક્ટરો પણ ચોંકી ગયા, ભારતમાં દુનિયાનો પહેલો કેસ


ICMR એ પણ કર્યો હતો દાવો
આ અગાઉ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના પ્રમુખ ડો.બલરામ ભાર્ગવે કોવેક્સીન અને કોવિશીલ્ડ દ્વારા બનતી એન્ટીબોડી અંગે ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોવિશીલ્ડ રસીનો પહેલો ડોઝ લીધા બાદ કોવેક્સીનના પહેલા ડોઝની સરખામણીમાં વધુ એન્ટીબોડી બને છે. ડોક્ટર ભાર્ગવે કહ્યું હતું કે નવા સ્ટડી મુજબ કોવેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ વધુ એન્ટીબોડી નથી બનતી, પરંતુ બીજા ડોઝ પછી પૂરતી એન્ટીબોડી બને છે. જ્યારે કોવિશીલ્ડના પહેલા ડોઝ બાદ જ સારી સંખ્યામાં એન્ટીબોડી બની જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube