Presidential Election: રાષ્ટ્રાપતિ ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. NDA તરફથી દ્રૌપદી મુર્મૂ મેદાનમાં છે અને વિપક્ષ તરફથી યશવંત સિન્હા ઉમેદવાર છે. એવામાં યશવંત સિન્હાએ બુધવારે કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ ચૂંટાશે, તો તે સુનિશ્વિત કરશે કે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગૂ ન હોય. અસમના વિપક્ષી સાંસદો સાથે વાતચીત કરતાં, યશવંત સિન્હાએ કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી સરકાર CAA ને અત્યાર સુધી લાગૂ કરી શકી નથી કારણ કે તેને ઉતાવળમાં મૂર્ખતાપૂર્ણ રીતે બનાવવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'અસમ માટે મોટો મુદ્દો છે નાગરિકતા'
તેમણે કહ્યું કે અસમ માટે નાગરિકતા એક મોટો મુદ્દો છે અને સરકાર આખા દેશમાં અધિનિયમ લાવવા માંગે છે, પરંતુ અત્યાર સુધી એવું કરી શકી નથી. તેમણે કહ્યું કે 'પહેલાં સરકારે કોવિડનું બહાનું બનાવ્યું, પરંતુ હજુ સુધી તે તેને લાગૂ કરી શકી નથી કારણ કે અધિનિયમ ઉતાવળમાં મૂર્ખતાપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. યશવંત સિન્હાને આરોપ લગાવ્યો છે કે સંવિધાન કોઇ બહારી તાકાતથી નહી પરંતુ સત્તામાં બેઠેલા લોકોથી ખતરામાં છે. 


તેમણે કહ્યું કે અમે આપણે તેની રક્ષા કરવી પડશે. જો હું રાષ્ટ્રપતિ ભવનમાં છું, તો હું સુનિશ્વિત કરીશ કે સીએએ લાગૂ ન હોય. 


અસમના પ્રવાસ પર ગયા સિન્હા
તમને જણાવી દઇએ કે યશવંત સિન્હા 18 જુલાઇના રોજ થનાર સમાન વિચારધારાવાળાઓનું સમર્થન લેવા માટે અસમના એક દિવસના પ્રવાસ પર હતા. 


સમર્થન મેળવવામાં નિષ્ફળ જોવા મળ્યા સિન્હા
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી 18 જુલાઇએ છે અને તે પહેલાં વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાનું સમર્થન દિવસે ને દિવસે વધવાને બદલે ઘટતું જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube