અરુણ જેટલીના નિધનથી રાજકારણમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરી શકાશે નહીં: ડો. સુભાષ ચંદ્રા
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. પોતાના શોક સંદેશમાં તેમણે લખ્યું છે કે હું અરુણ જેટલીજીના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમના નિધનથી રાષ્ટ્રીય રાજકારણમાં જે જગ્યા ખાલી પડી છે તેને ક્યારેય ભરી શકાશે નહીં. હું તેમના આત્મા માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.
નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. પોતાના શોક સંદેશમાં તેમણે લખ્યું છે કે હું અરુણ જેટલીજીના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમના નિધનથી રાષ્ટ્રીય રાજકારણમાં જે જગ્યા ખાલી પડી છે તેને ક્યારેય ભરી શકાશે નહીં. હું તેમના આત્મા માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.
ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીએ આજે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેમને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સ તરફથી બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ અરુણ જેટલીનું નિધન શનિવારે બપોરે 12:07 વાગે થયું. અરુણ જેટલીને શ્વાસમાં તકલીફ થવાના કારણે 9મી ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સના વરિષ્ઠ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં હતાં. છેલ્લા દિવસોમાં જેટલીને એકસ્ટ્રાકારપોરલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બલૂન(IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતાં. તેમની ઉંમર 66 વર્ષ હતી.