નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની હાલત હજુ પણ અત્યંત નાજુક છે. તેમને ગત 9 ઓગસ્ટના રોજથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે, જ્યાં તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. રવિવારે રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જેટલીના ખબર-અંતર પુછવા પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા જણાવ્યું કે, 'અરૂણ જેટલીજીને જોવા ગયો હતો. ભગવાનને પ્રાર્થના છે કે તેઓ ઝડપતી સાજા થઈ જાય અને સ્વસ્થ રહે'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, અશ્વિની ચૌબે, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપના સંગઠન મહામંત્રી વી. સતીશ પણ અરૂણ જેટલીના ખબર-અતર પુછવા માટે AIIMS દોડી આવ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના પ્રમુખ મોહન ભાગવ, વર્તમાન નાણામંત્રી નિર્મલા સિતારમણ પણ એઈમ્સ પહોંચ્યા હતા અને ડોક્ટરો સાથે જેટલીના સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરી હતી. 


શનિવારે પણ આખો દિવસ વિવિધ રાજકીય પક્ષના નેતાઓ એઈમ્સ આવતા રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, અરૂણ જેટલીને એક્સ્ટ્રા કોર્પોરેશનલ મેમ્બ્રેન ઓક્સિજનેશનમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ECMOમાં એવા દર્દીને રાખવામાં આવે છે, જેમના ફેફાસ અને હૃદય કામ કરતા નથી. 


જુઓ LIVE TV.... 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....